Afghanistan Earthquake:  અફઘાનિસ્તાનના પૂર્વી પક્તિકા પ્રાંતમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં લગભગ 1000 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભારતે એરફોર્સના વિમાન મારફતે અફઘાનિસ્તાનને રાહત સામગ્રી મોકલી છે. આ સામગ્રી ભૂકંપ પ્રભાવિત અફઘાનિસ્તાનના વિસ્તારોમાં લોકોને આપવામાં આવશે.






તાલિબાન અધિકારીઓની હાજરીમાં વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (PAI) જેપી સિંહે શુક્રવારે અફઘાનિસ્તાનને સહાય સોંપી હતી. ભારતે અફઘાનિસ્તાનને આપેલી સહાય સામગ્રીમાં ફેમિલી રિઝ રેન્ટ, સ્લીપિંગ બેગ્સ, ધાબળા, સ્લીપિંગ મેટ્સ સહિત ઘણી જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે.


ભૂકંપમાં એક હજારથી વધુ લોકોના મોત થયા


બુધવારે સવારે પક્તિકા પ્રાંતમાં આવેલા ભૂકંપ બાદ રાહત બચાવની કામગીરી ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર, પક્તિકા પ્રાંતના બર્મલ અને ગિયાન જિલ્લા અને ખોસ્ત પ્રાંતના સ્પેરા જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 1000 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. મળતી માહિતી મુજબ, ભૂકંપના કારણે જીવ ગુમાવનારા લોકો સિવાય 1455 લોકો ઘાયલ થયા છે, જ્યારે 1500 લોકો સંપૂર્ણપણે બરબાદ થઈ ગયા છે.


ભારતે અફઘાનિસ્તાનમાં આ ભયાનક ભૂકંપથી પીડિત લોકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે ભારતે સંકટના આ સમયમાં મદદ અને સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


તાલિબાને ભારતના વખાણ કર્યા


તાલિબાને અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ ફરીથી ખોલવાના અને તેની ટેકનિકલ ટીમને પરત મોકલવાના ભારતના નિર્ણયનું સ્વાગત કર્યું છે. આ સાથે અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંદઝઈએ આ મુશ્કેલ સમયમાં એકતા અને સમર્થન આપવા બદલ ભારતની પ્રશંસા કરી હતી.


Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત


Samsung Galaxy M52 5G : સ્નૈપડ્રેગન પ્રોસેસરવાળો સેમસંગનો આ સ્માર્ટફોન મળી રહ્યા છે 9000 રૂપિયા સસ્તો


Fixed Deposit : બેન્કિંગ સેક્ટરના મોટા સમાચાર, છેલ્લા બે અઠવાડિયામાં 9 બેંકોએ FDના વ્યાજદરોમાં વધારો કર્યો


SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે