મુંબઇઃ કોરોના વાયરસ મહામારી સંકટમાં અમેરિકાએ ભારતને મદદ કરી છે. અમેરિકાએ કોરોના સામેની લડાઇમાં ભારતને સહાયના રૂપમાં 448 કરોડ રૂપિયા આપ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત આ રકમનો ઉપયોગ બીમારીને ફેલાવતી રોકવા માટે કરવામાં આવશે. ભારત આ રકમનો ઉપયોગ મહામારી વિરુદ્ધ તંત્રને મજબૂત બનાવવા માટે કરશે.

કોરોના વાયરસ વિરુદ્ધ કરવામાં આવેલા ભારતના પ્રયત્નોનો ઉલ્લેખ કરી અમેરિકાએ કહ્યુ કે, છેલ્લા 20 વર્ષમાં અમેરિકાએ ભારતને લગભગ 21,280 કરોડ રૂપિયા (280 કરોડ અમેરિકન ડોલર)ની મદદ કરી છે જેમાંથી 10,640 કરોડ રૂપિયા સ્વાસ્થ્ય સહાયતાના રૂપમાં આપ્યા છે.

વિદેશ મંત્રાલય અને અમેરિકન એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટે હવે ઇમરજન્સી સ્વાસ્થ્ય, માનવીય અને આર્થિક સહાયતા માટે 50 કરોડ ડોલરથી વધુની મદદની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. દક્ષિણ એશિયામાં અમેરિકાએ કોરોના સામે લડવા અફઘાનિસ્તાનને 80 લાખ ડોલર, બાંગ્લાદેશને 96 લાખ, ભૂટાનને 50 લાખ, નેપાળને 18 લાખ ડોલરની સહાયતા આપી છે.