પાકિસ્તાન વિદેશ કાર્યાલયની પ્રવક્તા આઈશા ફારુકીએ પત્રકારોને જણાવ્યું કે, અમેરિકા દ્વારા ભારતને મિસાઈલ વેચવી પરેશાન કરનારું છે. ટેકનોલોજી મદદ અને અન્ય સામાનની સાથે આ પ્રકારની મિસાઈલ વેચવી પરેશાન કરી શકે છે. જ્યારે મહામારી સામે લડવા વૈશ્વિક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રકારની ડીલ અયોગ્ય છે. તેનાથી દક્ષિણ એશિયાની સંવેદનશીલતા અસ્થિર થઈ જશે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, કાશ્મીરી લોકોની ઈચ્છા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો મુજબ કાશ્મીર મુદ્દાનું સમાધાન થઈ શકે તે માટે વાતચીત કરવા ભારતે અનુકૂળ માહોલ બનાવવાની જરૂર છે.