વર્લ્ડોમીટર પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા સોમવારે સવારે વધીને 13 લાખ 67 હજાર 638 થઈ છે. જ્યારે 80,787 લોકોના મોત થયા છે. જોકે બે લાખ 56 હજાર લોકો સાજા થઈ ગયા છે. ન્યૂયોર્કમાં સૌથી વધારે 3,45,406 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં 26,812 લોકો માર્યા ગયા હતા. ન્યૂજર્સીમાં 1,40,008 કોરોના દર્દીમાંથી 9264 લોકોના મોત થયા છે. આ ઉપરાંત મેસાચુસેટ્સ, ઈલિનોયસ પણ સૌથી વધારે પ્રભાવિત થયા છે.
આંકડા પ્રમાણે અમેરિકાના વૃદ્ધાશ્રમો તથા વૃદ્ધોની દેખરેખ રાખતી સંસ્થાઓમાં ઓછામાં ઓછા 25,600 વૃદ્ધ અને કર્મચારીની કોવિડ-19થી મોત થયા છે. વૃદ્ધાશ્રમમાં મોતના મામલાની સંખ્યા અમેરિકામાં એક તૃતીયાંશ અને સંક્રમિત મામલાનો દર દેશના 10 ટકા જેટલો છે. રિપોરર્ટ પ્રમાણે રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પ હંમેશા વડીલોના મત પર નિર્ભર રહે છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી યુવા મતદારોમાં લોકપ્રિય છે.