નવી દિલ્હી: તૂર્કીમાં જોરદાર ભૂકંપના આંચકાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ભૂકંપથી તુર્કીમાં અનેક ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થાય છે. ભૂકંપની તીવ્રતા 6.8 નોંધાઈ છે. ભૂકંપના કારણે અનેક ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. સૌથી વધુ નુકસાન પૂર્વ ઈલાજિંગ પ્રાંતમાં થયું છે.

ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 500થી વધારે લોકો ઘાયલ થાય છે. પ્રભાવિત વિસ્તારમાં રાહત બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભૂકંપના કારણે અનેક બિલ્ડિંગમાં આગ પણ લાગી હતી. તુર્કીમાં આવેલી મોટી કુદરતી આફતના કારણે અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે, ત્યારે આ બિલ્ડિંગના કાટમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા છે.