Coronavirus : વિશ્વમાં હજુ પણ કોરોના સામેની લડાઈ ચાલી રહી છે. આ દરમિયાન, કોરોનાના એક દર્દી વિશે ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બ્રિટનમાં ખૂબ જ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતો દર્દી લગભગ દોઢ વર્ષથી કોરોના વાયરસથી સંક્રમિત હતો. વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી છે. જો કે, અત્યારે એ કહી શકાય તેમ નથી કે શું આ સૌથી લાંબા સમય સુધી કોવિડ-19થી સંક્રમિત રહેવાનો મામલો છે કારણ કે તમામ લોકોનું સંક્રમણ માટે પરીક્ષણ કરવામાં આવ્યું નથી.


પરંતુ 505 દિવસમાં તે ચોક્કસપણે સૌથી લાંબો ચેપ કેસ હોવાનું જણાય છે, એમ ગાય અને સેન્ટ થોમસમાં NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેપી રોગ નિષ્ણાત ડૉ. લ્યુક બ્લેગડન સ્નેલે જણાવ્યું હતું. સ્નેલની ટીમ આ અઠવાડિયાના અંતમાં પોર્ટુગલમાં ચેપી રોગોની મીટિંગમાં કોવિડ-19 થી સતત સંક્રમિત ઘણા કેસ રજૂ કરવાની યોજના ધરાવે છે.


505 દિવસથી કોરોનાથી સંક્રમિત દર્દી
અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે લાંબા સમયથી સંક્રમિત દર્દીઓમાં કયા મ્યુટેશન થાય છે અને નવા પ્રકારનું ઇન્ફેક્શન થાય છે કે કેમ. આમાં ઓછામાં ઓછા આઠ અઠવાડિયાથી ચેપગ્રસ્ત મળી આવેલા નવ દર્દીઓનો સમાવેશ થાય છે.  દર્દીઓમાં  અંગ પ્રત્યારોપણ, HIV, કેન્સર અથવા અન્ય રોગોની સારવારને કારણે તમામની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હતી.


 વધારે રિપોર્ટ કરવામાં આવતા  જાણવા મળ્યું  કે તેઓ સરેરાશ 73 દિવસ સુધી ચેપગ્રસ્ત રહ્યા હતા. બે દર્દીઓને એક વર્ષથી વધુ સમયથી કોરોના વાયરસ હતો. અગાઉ સંશોધકોએ કહ્યું હતું કે પ્રથમ 335 દિવસ સુધી ચેપનો કેસ હતો. કોવિડ-19થી સતત સંક્રમિત થવું એ દુર્લભ અને લાંબા સમય સુધી ચાલતા કોરોના વાયરસથી અલગ છે. 


2020માં કોરોનાનો ચેપ લાગ્યો હતો
ચેપી રોગના નિષ્ણાત ડૉક્ટર લ્યુક બ્લેગડોન સ્નેલે વધુમાં જણાવ્યું કે કોવિડમાં લાંબા સમય સુધી  સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વાયરસ તમારા શરીરમાંથી નીકળી ગયો છે પરંતુ તેના લક્ષણો હજુ પણ છે. સતત ચેપમાં વાયરસ શરીરમાં રહે છે.


જે વ્યક્તિ સૌથી લાંબો સમય સુધી સંક્રમિત જોવા મળે છે તે 2020 ની શરૂઆતમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું અને તેની એન્ટિ-વાયરલ દવા રેમડેસિવીરથી સારવાર કરવામાં આવી હતી, પરંતુ 2021માં તેનું મૃત્યુ થયું હતું.


સંશોધકોએ મૃત્યુનું કારણ આપવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે આ દર્દીને અન્ય ઘણી બીમારીઓ હતી. નવ દર્દીઓમાંથી પાંચ દર્દીઓ બચી ગયા. બે સારવાર વિના ચેપમાંથી સાજા થઈ ગયા, બે સારવાર પછી ચેપમાંથી સ્વસ્થ થયા, જ્યારે એક હજુ પણ સંક્રમિત છે.