એવું કહેવાય છે કે વ્યક્તિનું ભાગ્ય ક્યારે બદલાશે તે કોઈ કહી શકાતું નથી. પછી રીત ગમે તે હોય. તમે આવા ઘણા લોકોની વાર્તાઓ સાંભળી હશે જેમની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ. પરંતુ આજે અમે તમને એક રસપ્રદ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક દુકાનદારની ભૂલને કારણે ગ્રાહકને લોટરી લાગી અને તે થોડા જ કલાકોમાં કરોડપતિ બની ગયો. આ માટે ગ્રાહકે દુકાનદારનો આભાર પણ માન્યો છે. વાસ્તવમાં દુકાનદારની એક નાનકડી ભૂલને કારણે એક વ્યક્તિએ લોટરીમાં 6 કરોડ રૂપિયાથી વધુ જીતી લીધી છે.


અમેરિકાના આયોવા પ્રાંતમાં રહેતો જોશ બસ્ટર નામનો વ્યક્તિ રાતોરાત કરોડપતિ બની ગયો છે. આવો જાણીએ કેવી રીતે લોટરીએ તેની કિસ્મત બદલી નાંખી. જોશ શુક્રવારની રાતના મેગા મિલિયન ડ્રો માટે ટિકિટ લેવા માટે લોટરી ટર્મિનલ પર પહોંચ્યો હતો. જ્યાં તેણે 5 નંબરની માંગણી કરી હતી પરંતુ દુકાનદારે ટિકિટ પર માત્ર એક જ નંબર છાપ્યો હતો. જે બાદ તેણે બીજી ટિકિટ પર બાકીના ચાર નંબર પ્રિન્ટ કરીને આપ્યા હતા. જોશનું માનવું છે કે દુકાનદારની આ ભૂલને કારણે તેને લોટરી લાગી છે.


જોશે કહ્યું- "હું સવારે કામ પર જવા માટે વહેલો ઉઠ્યો અને પછી લોટરી એપ ખોલીને વિનર નંબર શોધ્યો. હું મારી ટિકિટ હંમેશા કારના કન્સોલમાં રાખું છું, તેથી મેં કારમાં જ આ ચેક કર્યું. એમાં મારું નામ જોતા જ હું તરત જ મારા ઘર તરફ દોડી ગયો.પહેલા તો હું માની જ ન શક્યો કારણ કે સામાન્ય રીતે મારું નસીબ સારું હોતું નથી. તમને જણાવી દઈએ કે જોશે ક્લાઈવના આયોવા લોટરી હેડક્વાર્ટરમાંથી ઈનામની રકમ એકઠી કરી છે. આ સાથે જ જોશનું કહેવું છે કે આ પૈસાથી તેમના જીવનની આર્થિક સમસ્યાઓનો અંત આવશે.