India Canada Tension: ભારત અને કેનડા વચ્ચે તણાવ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. ખાલિસ્તાની આતંકીઓના ઓવરસીઝ સિટિઝનશિપ કાર્ડ કેન્સલ કરવામાં આવશે તેવા અહેવાલ બાદ દેશ-વિદેશમાં આ ફેંસલાની ઘણી ચર્ચા થઈ રહી છે. કેનેડા અને ભારત વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે પન્નુ દ્વારા પ્રી-રેકોર્ડ કરાયેલો કોલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે તેના શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) જૂથ વતી ગંભીર પરિણામોની ધમકી આપી છે.


વર્લ્ડ ટેરર કપની શરૂઆત હશેઃ પન્નુ


પન્નુએ એમ પણ કહ્યું કે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે, જે 5 ઓક્ટોબરે ICC વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચનું આયોજન કરશે. શહીદ નિજ્જરની હત્યા પર, અમે તમારી ગોળી સામે મતપત્રનો ઉપયોગ કરીશું. અમે તમારી હિંસા વિરુદ્ધ મતનો ઉપયોગ કરીશું.


પન્નુએ કૉલ પર કહ્યું, આ ઓક્ટોબરમાં તે વર્લ્ડ ક્રિકેટ કપ નહીં હોય. તે વર્લ્ડ ટેરર કપની શરૂઆત હશે. આ મેસેજ SFJ જનરલ કાઉન્સિલના સભ્ય ગુરપતવંત સિંહ પન્નુ તરફથી છે, પન્નુ ઇચ્છે છે કે ઓટાવામાં ભારતીય દૂતાવાસ બંધ થાય.






ભારત અને મોદી શાસને વડાપ્રધાન ટ્રુડોનું અપમાન કર્યું


તેણે પીએમ મોદી પર પીએમ ટ્રુડોનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો અને કેનેડા સાથે વધતા તણાવ વચ્ચે ભારત સરકારને ઓટાવામાં તેની એમ્બેસી બંધ કરવાનો આદેશ આપ્યો. તેણે કહ્યું, ભારત અને મોદી શાસને વડાપ્રધાન ટ્રુડોનું અપમાન કર્યું છે. મોદી શાસનને સલાહ છે કે તમે ઓટાવામાં તમારી એમ્બેસી બંધ કરો અને તમારા રાજદૂત વર્માને પાછા લાવો. આ સલાહ કેનેડિયનોની છે અને આ સલાહ SFJ જનરલ કાઉન્સિલ ગુરપતવંત સિંહ પન્નુની છે.