US Airstrike In Kabul: કાબુલમાં અમેરિકાએ એર સ્ટ્રાઇક કરી સુસાઇડ બોમ્બરની ગાડીને ઉડાવી
કાબુલ શહેરમાં મોટો વિસ્ફોટ થયો છે. કાબુલ એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના રહેણાક વિસ્તારમાં એક ઘર પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે જે ઘર પર રોકેટ પડ્યુ તે ઘરમાં એક બાળકનું મોત થયું છે
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા બિલ અર્બને કહ્યું કે અમેરિકન સૈન્યએ આજે કાબુલમાં એક વાહન પર ડ્રોનથી હુમલો કર્યો. જેનાથી કાબુલ એરપોર્ટ પર આઇએસઆઇએસ-કેનો ખતરો સમાપ્ત થયો છે. અમને વિશ્વાસ છે કે અમે લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધું છે. અમે નાગરિકોની ઇજા થવાની સંભાવનાઓનું આંકલન કરી રહ્યા છીએ. જોકે, હાલમાં અમારી પાસે કોઇ સંકેત નથી.
તાલિબાની પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકન સૈન્યના હવાઇ હુમલામાં એક ગાડીમાં બેસેલા સુસાઇડ બોમ્બરને નિશાન બનાવવામાં આવ્યો છે જે એરપોર્ટ પર હુમલો કરવાની તૈયારીમાં હતો. પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહીદે કહ્યું કે આ હુમલો રવિવારે થયો છે. અમેરિકન સૈન્યના અધિકારીઓ સાથે તત્કાળ સંપર્ક થઇ શક્યો નથી. દેશ પર તાલિબાનના કબજા બાદ અમેરિકા અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાના અભિયાનના અંત તરફ આગળ વધી રહ્યું છે.
કાબુલ એરપોર્ટ નજીક થયેલા હુમલા પર તાલિબાને નિવેદન આપ્યું છે. તાલિબાને કહ્યુ કે અમેરિકાએ એર સ્ટ્રાઇકમાં સુસાઇડ બોમ્બની ગાડી નષ્ટ થઇ ગઇ છે. તાલિબાને કહ્યું કે સુસાઇડ બોમ્બરનો ટાર્ગેટ કાબુલ એરપોર્ટ હતુ.
ફોક્સ ન્યૂઝે દાવો કર્યો હતો કે અમેરિકાએ ડ્રોન હુમલો કર્યો છે. વિસ્ફોટકો ભરેલી કાર એરપોર્ટ જઇ રહી હતી.
તાલિબાની સૂત્રોને ટાંકીને અલ ઝઝીરાએ દાવો કર્યો હતો કે આત્મઘાતી બોમ્બર પર અમેરિકાએ હુમલો કર્યો છે. આ આત્મઘાતી બોમ્બર કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જઇ રહ્યો હતો. જોકે, અમેરિકા તરફથી આ મામલે કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી.
કાબુલ એરપોર્ટ નજીક ધમાકો અમેરિકન સૈન્યએ કર્યો છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સેના મતે અમેરિકાએ મિલિટ્રી સ્ટ્રાઇક કરી છે. અમેરિકાના બે અધિકારીઓએ રૉયટર્સને જાણકારી આપી છે.
બ્રેકગ્રાઉન્ડ
કાબુલ શહેરમાં મોટો વિસ્ફોટ થયો છે. કાબુલ એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના રહેણાક વિસ્તારમાં એક ઘર પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે જે ઘર પર રોકેટ પડ્યુ તે ઘરમાં એક બાળકનું મોત થયું છે અને ત્રણ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અફઘાનિસ્તાનના મીડિયાના કહેવા પ્રમાણે ઘર પર રોકેટ પડ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -