નવી દિલ્હીઃ 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો જમાવ્યા બાદ, ત્યાંથી કેટલાય લોકો દેશ છોડીને ભાગી રહ્યાં છે. અફઘાનિસ્તામાં તાલિબાન રાજ અને લોકોની દયનીય સ્થિતિની તસવીરો સામે આવી રહી છે. સાથે દેશમાં પોતાનુ આગવુ નામ અને ઓળખ ઉભી કરનારા લોકો પણ હવે દેશ છોડીને ભાગી રહ્યાં છે, અને પોતે ત્યાંના અનુભવો વર્ણવી રહ્યાં છે. તાજેતરમાં જ આ ભયજનક મંજરની આપવીતી અફઘાનિસ્તાન પૉપ સ્ટાર આર્યના સઇદે પણ વર્ણવી છે. આર્યના સઇદ તાલિબાનની ચુંગાલમાંથી બચીને દેશ છોડવામાં સફળ થઇ છે. તેને તાજેરમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યુ જેમાં તેને કેટલાય ચોંકાવારા ખુલાસા કર્યા છે. 


પાકિસ્તાને તાલિબાનને બનાવ્યુ સશક્ત-
એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં આર્યના સઇદે કહ્યું કે, - હું આનો પુરેપુરો દોષ પાકિસ્તાનને આપુ છુ, વર્ષો સુધી, અમે એવા વીડિયો અને સબુતો જોયા છે, જેમાં એ સાબિત થયુ છે કે તાલિબાનને સશક્ત બનાવવા પાછળ પાકિસ્તાનનો હાથ છે. દરેક વખતે અમારી સરકાર કોઇને કોઇ તાલિબને પકડે છે, તો તે ઓળખ જુએ છે એને આ એક પાકિસ્તાની વ્યક્તિ હોતા હતા. તો આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનના કારણે જ કેટલીય જગ્યાએ તાલિબાને પોતાનો આતંક ફેલાવ્યો છે. 




 


સોશ્યલ મીડિયા પર આપી જાણકારી-
વળી, આ પહેલા આર્યના સઇદે કહ્યું હતુ કે ગુરુવારે કાબુલમાંથી તે નીકળી ગઇ હતી. તેને સોશ્યલ મીડિયા પર આની જાણકારી આપી હતી. આર્યના સઇદે પોતાના 10 લાખથી વધુ ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સને કહ્યું- હું સારી અને જીવીત છુ અને કંઇજ ના ભૂલનારી રાતો બાદ, હું દોહા, કતર પહોંચી ગઇ છું અને ઇસ્તંબુલ માટે પોતાની ફ્લાઇટનો ઇન્તજાર કરી રહી છું.  


તાલિબાન કાયદાનુ પાલન નથી કરતા- આર્યના સઇદ
ઉલ્લેખનીય છે કે, આર્યના સઇદ અફઘાનિસ્તાનમાં રહેતી હોવા છતાં ક્યારેય હિસાબ ન હતી પહેરતી, તે મહિલા હોવા છતા ગાય છે અને સ્ટેડિયમમાં એન્ટ્રી કરી, જોકે તાલિબાનના શાસનમાં રહેતા આ સંભવ નથી. આ તાલિબાની કાયદાના વિરોધમાં છે. આના પર એક માનવાધિકાર કાર્યકર્તાએ ટ્વીટ કર્યુ અને લખ્યું- 2015માં આર્યના સઇદે 3 વર્ઝનાઓને તોડી, 1- એક મહિલા તરીકે ગાવુ, 2- હિજાબ ના પહેરવો, 3- એક મહિલા તરીકે સ્ટેડિયમમાં પ્રવેશ કરવો, જે તાલિાબનના અંતર્ગત પ્રતિબંધિત હતુ, હવે તે આ બધુ એક સપનામાં ફેરવાઇ ગયુ.