વોશિગ્ટન:અફઘાનિસ્તામાં તાબિલાનના કબ્જા બાદ અફઘાની લોકો સતત ભયનો હેઠળ જીવી રહ્યાં છે.આ સંક્ટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ દેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને લોકો દેશ છોડીને અન્ય દેશમાં શરણ લેવા મજબૂર બન્યા છે. અમેરિકા સેના લોકોને અફઘાનિસ્તાનથી સુરક્ષિત બહાર કાઢીને સ્વદેશ પહોંચાડવામાં મદદ કરી રહ્યું છે. સોમવારે સૌથી વધુ લોકોને અફઘાનિસ્તાથી બહાર કાઢીને સ્વદેશ પહોંચાડવામાં આવ્યાં. અફઘાનીમાં તાલિબાનના સંકટ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને અફઘાનીઓને રાહત આપતો એક મહત્વનો નિર્ણય લીધો છે. જો બાઇડને કહ્યું કે, અમેરિકા અફઘાનીઓએ શરણ આપી શકે છે.


જો બાઇડને કહ્યું કે, યુદ્ધ દરમિયાન અમેરિકા સેનાની મદદ કરનાર અફઘાનીઓને અમેરિકામાં શરણ મળી શકે છે.તેમને ટ્વિટ કરીને કહ્યું કે, “એક વખત સ્ક્રિનિંગ અને બાકીની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ અમે અફઘાનીનું સ્વાગત કરીશું, જેમણે યુદ્ધ દરમિયાન સંયુક્ત અમેરિકાની મદદ કરી હતી. અમે આવા જ છીએ અને અમેરિકાની આ જ ઓળખ રહેશે.



તાલિબાને અમેરિકા બ્રિટનને આપી ચેતાવણી
અફઘાનિસ્તાન પર જી7ની ઇમર્જન્સી બેઠક પહેલા તાલિબાને ચેતાવણી આપી છે કે, જો અમેરિકા બ્રિટેન સેનાને 31 ઓગસ્ટ સુધીમાં નહીં હટાવે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.કતરની રાજધાની દોહામાં તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહિને કહ્યું કે.”અફઘાનિસ્તાનમાંથી સેના હટાવવાની ડેડલાઇન 31 ઓગસ્ટ છે. જો આ સમય સીમા અમેરિકા વધારશે તો તેના ખરાબ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તો બીજી તરફ અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, અફઘાનિસ્તાથી લોકોને સલામત રીતે બહાર કાઢવાનું કામ યૂએસની સેના દ્રારા ચાલુ છે. સેના હટાવવાની 31 ઓગસ્ટની ડેડલાઇનને વધારવાને વધારવાની શક્યતાને નકારી ન શકાય.


G-7ના નેતાની મળશે બેઠક
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને G-7 નેતાઓની બેઠક બોલાવી છે. જેમાં ક્ષેત્રિય સંકટના મુદ્દે ચર્ચા થશે. તો બીજી તરફ અમેરિકા રાષ્ટ્રપતિ