Blast In Afghansitan : અફઘાનિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા હતા જેમાં મોટાભાગના બાળકો શામેલ હોવાના અહેવાલ છે. જ્યારે 24 લોકો ઘાયલ થયા હતાં. આ વિસ્ફોટ સમાંગન પ્રાંતના મધ્યમાં આવેલા ઐબક શહેરમાં એક મદરેસામાં થયો હતો. 


ઉત્તર અફઘાનિસ્તાનમાં એક મદરેસામાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓ માર્યા ગયા હતા, એમ તાલિબાનના અધિકારીએ જણાવ્યું હતું. અફઘાનિસ્તાનમાં સમયાંતરે આંતરિક ઘટનાઓ જોવા મળે છે. બે મહિના અગાઉ જ કાબુલમાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો હતો.


અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ઠાકુરે જણાવ્યું હતું કે, ઉત્તરી સમાંગન પ્રાંતની રાજધાની ઐબકમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે. ડોક્ટરના હવાલાથી ટાંકવામાં આવ્યું હતું કે, વિસ્ફોટમાં 16 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે લગભગ 27 લોકો ઘાયલ થયા હતાં. આ વિસ્ફોટ મદરેસામાં બપોરની નમાજ દરમિયાન થયો હતો. મીડિયા અહેવાલો પ્રમાણે જે મદરેસામાં આ ઘટના બની હતી તે જ મદરેસામાં તાજેતરમાં બનાવવામાં આવ્યું હતું.


મૃતકોમાં મોટાભાગના નાના વિદ્યાર્થીઓ


અહેવાલ પ્રમાણે હુમલામાં મૃત્યું પામનારા અને ઘાયલ થયેલાઓમાં મોટા ભાગના પીડિતો મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. હજુ સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. ઓગસ્ટ 2021માં તાલિબાન ફરી સત્તામાં આવ્યું છે. ત્યારથી અત્યાર સુધીમાં અનેક બોમ્બ વિસ્ફોટ થઈ ચુક્યા છે. ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન (ISKP)કેટલાક વિસ્ફોટોની જવાબદારી સ્વિકારી ચુક્યું છે. 


પાકિસ્તાનમાં થયો વિસ્ફોટ 


અફઘાનિસ્તાન ઉપરાંત આજે પાકિસ્તાનમાં પણ એક આત્મઘાતી હુમલો થયોહતો. દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનના ક્વેટા શહેરમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. વિસ્ફોટ પોલીસની કાર પાસે થયો હતો, જેમાં એક અધિકારી અને ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે ડઝનથી વધારે લોકો ઘાયલ થયા હતાં. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને હુમલાની જવાબદારી સ્વિકારી છે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારે જ ટીટીપીએ પાકિસ્તાન આર્મી સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત કર્યો હતો અને તેના બે જ દિવસ બાદ આ ઘટના સામે આવી છે.


ફિરોઝાબાદમાં એક મકાનમાં લાગી ભીષણ આગ, એક જ પરિવારના 6 લોકોના મોત, CM યોગીએ શોક વ્યક્ત કર્યો


ફિરોઝાબાદના જસરાના વિસ્તારમાં મંગળવારે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આગ બુઝાવવા માટે અનેક ફાયર ફાઈટર સ્થળ પર હાજર છે. આ ઉપરાંત પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ પણ હાજર છે. આગના કારણે એક જ પરિવારના નવમાંથી છ લોકોના મોત થયા છે. જેમાં ત્રણ બાળકો, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. SSP આશિષ તિવારીએ આ જાણકારી આપી છે.