અઘાનિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. આ બ્લાસ્ટ કાબુલની ઈદગાહ મસ્જિદ બહાર થયો હતો. આ ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોવાની વાત સામે આવી રહી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. જો કે હજુ સુધી આ ઘટનાની જવાબદારી કોઈ પણ આતંકી સંગઠને લીધી નથી.
તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે પણ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, મસ્જિદના એન્ટ્રી ગેટ બહાર આ બ્લાસ્ટ થયો છે. તેમણે કહ્યું કે,મુજાહિદની માતા માટે પ્રાર્થના સભા રાખી હતી, મુજાહિદની માતાનું નિધન ગયા સપ્તાહે થયું હતું. આ કાર્યક્રમ માટે સગા સંબંધીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ અંગે એક સ્થાનિક દુકાનદારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, આ બ્લાસ્ટ બાદ ફાયરિંગનો અવાજ પણ સંભળાયો હતો. બ્લાસ્ટ પહેલા તાલિબાનીઓએ પ્રાર્થના માટે રોડ બ્લોક કર્યો હતો.
આ ઉપરાંત કેટલાક પત્રકારોએ પણ આ ધમાકા બાદ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. આ બ્લાસ્ટ બાદ ઘાયલ લોકોને સારવાર માટે કાબુલની ઈમરજન્સી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બાદ ચારે તરફ અફરા તફરી મચી જવા પામી હતી. જો કે આ બ્લાસ્ટમાં કેટલા લોકોના મોત થયા છે તે અંગે હજુ સુધી તાલિબાની સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી.
રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે કે, વિસ્ફોટ પહેલા જ તાલિબાનોએ મસ્જિદમાં ઝબીહુલ્લાહ મુજાહિદની માતા માટે પ્રાર્થના સમારોહ યોજવા માટે રસ્તો બંધ કરી દીધો હતો.
સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે રાજધાનીના બે સ્થળોએ તેના પત્રકારોએ પણ વિસ્ફોટ અને ગોળીબાર સાંભળ્યા હતા. ઘાયલોને લઇ જતી એમ્બ્યુલન્સ કાબુલની ઇમરજન્સી હોસ્પિટલ તરફ ધસી રહી હોવાનું જોવા મળ્યું હતું.