નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલના પશ્ચિમ વિસ્તારમાં શનિવારે એક સ્કૂલની પાસે બોમ્બ બ્લાસ્ટ થયો તેમાં 25 લોકોના મોત થયા છે, જેમાં ઘણા યુવા વિદ્યાર્થીઓ સામેલ છે. અફઘાન સરકારના પ્રવક્તાએ આ જાણકારી આપી છે. 


રોયટર્સના મુજબ મંત્રાલયના પ્રવક્તા તારિક અરિયાનએ જણાવ્યું કે આ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 52 લોકો ઈજાગ્રસ્ત થયા છે,  જેમાં વધારે પડતા વિદ્યાર્થીઓ છે.  પરંતુ  તેમણે બ્લાસ્ટના કારણને લઈ કંઈ નથી કહ્યું. 


સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા  ગુલામ દસ્તગીર નજારીએ જણાવ્યું કે 46 લોકોને અત્યાર સુધી હોસ્પિટલ લઈ જવાયા છે. ઉલ્લેખનીય છે કે કાબૂલ હાલના સમયે હાઈ એલર્ટ પર હતું, જ્યારથી અમેરિકાએ જાહેરાત કરી હતી કે તે પોતાના ટ્રૂપ્સને 11 સપ્ટેમ્બરે પરત બોલાવાની યોજના બનાવી રહ્યું છે.


અત્યાર સુધી આ ઘટનાની કોઈ પણ સંગઠને જવાબદારી નથી લીધી.