અફઘાનિસ્તાન: કંધારના ગર્વનર, સેના પ્રમુખ સહિત ઇન્ટેલિજન્સ ચીફની હત્યા, PM મોદીએ વ્યક્ત કર્યું દુખ
abpasmita.in | 18 Oct 2018 11:00 PM (IST)
કાબુલ: અફઘાનિસ્તાના કંધારમાં ગુરવારે મોટો આંતકી હુમલો થયો છે. કંધારના ગર્વનર, પોલીસ ચીફ અને ઈન્ટેલીજન્સ ચીફની ગોળીમારી હત્યા કરી દીધી છે. શનિવારે થનારી ચૂંટણીને લઈને ત્રણેય ગવર્નરના કાર્યાલયમાં એક મીટિંગ કરવા ગયા હતા. ત્યારે તેમના પર હુમલો થયો હતો. હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે. આ હુમલામાં એક અમેરિકી સુરક્ષાકર્મી અને એક નાગરિક પણ ઘાયલ થઈ ગયો છે. અફગાનિસ્તાનની એક ન્યૂઝ ચેનલ પ્રમાણે ગવર્નરના આવાસ પર બેઠક પૂર્ણ થયા બાદ બધા અધિકારીઓ જઈ રહ્યા હતા. ત્યારે એક સુરક્ષાકર્મીએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. તેના બાદ કેટલાક ગાર્ડ્સ તેમાં સામેલ થઈ ગયા હતા અને ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, કંધારમાં આતંકી હુમલો ખુબજ દુ:ખદ અને હેરાન કરનારો છે. ભારત આ મોટા હુમલાનોની આકરી નિંદા કરે છે અને તેમાં જીવ ગુમાવનાર કંધારના સીનિયર લીડરશિપ અને અફઘાન ભાઈઓ પ્રતિ શોક વ્યક્ત કરે છે. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ વિરુધ્ધ લડાઈમાં અમે અફઘાનિસ્તાનના બહાદુર લોકો સાથે છે.