અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ ફરીથી તાલિબાનનો કબ્જો થઇ ગયો છે. અફઘાનિસ્તાનમાં હવે  સત્તા હસ્તાંતરણની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તાલિબાન શાંતિ અને સુરક્ષાની વાત કરે છે.  જો કે લોકો ખૂબ જ ભયભિત છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું આવવું ભારત માટે ચિતાનો વિષય છે.


અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ ફરીથી તાલિબાનનો કબ્જો થઇ ગયો છે, રવિવારે તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને પાડોસી દેશમાં જતાં રહ્યાં છે. રવિવારથી અફઘાનિસ્તાનની રોડ પર જામ લાગેલો છે. એરપોર્ટ પર પણ અફરાતફરીનો માહોલ છે.


તાલિબાને અફધાનિસ્તાન પર કબ્જો તો કરી લીધો પરંતુ તેની અસર ભારત દેશ પર શું થશે તે સમજવું અહીં જરૂરી છે.


ભારત પર શું થશે અસર


ભારત જ્યારે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યું હતું ત્યારે તાલિબાન અફઘાનિસ્તાને ઘેરી રહ્યું હતું. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાથી ભારત પર શું અસર થશે તેના પર એક નજર કરીએ. આજે એ સમજવું જરૂરી છે કે, અમેરિકી સેનાની અફઘાનિસ્તાથી વાપસી અને અફઘાનિસ્તાનમાં તાલિબાનન શાસની ભારત પર શું અસર થશે, ભારત માટે ત્રણ મોટા પડકાર છે. પહેલો આતંકવાદ, અફધાનિસ્તાન તાલિબાનના નિંયત્રણમાં આવવાથી ભારત માટે હવે આતંકવાદ સૌથી મોટો પડકાર છે  અને સ્થિતિ પાકિસ્તાના પક્ષમાં જઇ શકે છે. કારણે કે પાકિસ્તાન જાણે છે કે, તાલિબાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને મજબૂત કરવા માટે તેની મદદ કરતું રહ્યું છે અને આગળ પણ કરશે,તો આતંવાદ એક મોટો પડકાર છે.  ઉલ્લેખનિય છે કે, ભારતે અફઘાનિસ્તાનમાં ભારેભરખમ રોકાણ કર્યું છે.  ભારતે અફઘાનિસ્તાનમાં 2200 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યું છે અને ગત વર્ષે જ નવા  600 કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટની પણ જાહેરાત કરી ચૂક્યું છે. ત્રીજો પડકાર છે, અફઘાનિસ્તાન પર ભારતની પકડને મજબૂત બનાવી રાખવી.આ  એટલા માટે પણ જરૂરી છે કે, અફઘાનિસ્તાન એશિયાના સેન્ટરમાં આવેલ દેશ છે. જેથી તેને હાર્ટ ઓફ એશિયા કહેવાય છે. ટૂકમાં આ દેશ એશિયાના લગભગ બધા ટ્રેડ રૂટ પર તેનું પ્રભુત્વ રાખે છે. એટલે ટૂંકમાં કહીએ તો તે ગેટ વે ઓફ એશિયા છે.