નવી દિલ્હી: બ્રિટન અને રશિયા સહિત કેટલાક દેશોમાં કોરોના વેક્સીનનું રસીકરણ શરુ કરવામાં આવી રહ્યું છે. એવામાં આશા વ્યક્ત કરાઈ રહી છે કે, આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં પણ કોરોના વેક્સીનનું રસીકરણ શરુ થઈ જશે. તેની વચ્ચે અનેક સવાલો પણ ઉઠી રહ્યાં છે. એક સવાલ એ પણ છે કે કોવિડ-19 વેક્સીન લીધા બાદ શું માસ્ક પહેરવાની જરૂર પડશે ? શું રસી લીધા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની જરૂર પડશે કે નહીં ?


એવા ઘણા કારણો છે કે, જેને લઈ વેક્સીન લીધા બાદ આગામી થોડાક દિવસો સુધી માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની સલાહ આપવામાં આવશે.

અમેરિકી કંપની ફાઈઝર અને જર્મનીની બાયોએનટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીનના બે ટોઝ લેવા પડશે. ફાઈઝરનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ત્રણ અઠવાડિયા બાદ આપવામાં આવશે. જ્યારે મોર્ડનાની વેક્સીનનો પ્રથમ ડૉઝના ચાર અઠવાડિયા બાદ બીજો ડોઝ આપવામાં આવશે, અને વેક્સીનની તાત્કાલિક અસર નથી નથી.

યુનિવર્સિટી ઓફ વોશિંગટનની વેક્સી એક્સપર્ટ દેબોરાહ ફુલ્લરે કહ્યું કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, ફાઈઝલર અને મૉડર્નાની વેક્સીન કોરોના વાયરસ ઈન્ફેક્શનની સંપૂર્ણ બચાવ કરશે કે પછી માત્ર તેના લક્ષણોથી. એનો મતબલ એ થયો રે વેક્સીન લીધા બાદ પણ લોકો સંક્રમિત થઈ શકે છે અને વાયરસ દ્વારા બીજા લોકો સુધી ફેલાઈ પણ શકે છે. જો કે તેનુ પ્રમાણ ખૂબજ ઓછું હશે.