નવી દિલ્હીઃ કોરોના વેક્સિનને લઇને એક મોટી વાત સામે આવી છે, જે પ્રમાણે જો તમારે કોરોના વેક્સિન લેવી હોય તો દારુ છોડવો પડશે. રશિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના ગમાલિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમોલૉજી અને માઇક્રોબાયૉલોજીએ સલાહ આપી છે કે સ્પૂતનિક વેક્સિન સંસ્થાનના નિર્દેશક એલેક્ઝેન્ડર ગિન્ટ્સબર્ગે કહ્યુ કે, અમે પુરેપુરી દારુ બંધ કરવાની વાત નથી કરી રહ્યાં, પરંતુ એક નિયંત્રિત રોક આવશ્યક છે. આ માત્ર સ્પૂતનિકની નથી, કોઇપણ કોરોના વેક્સિનને કારગર કરવા માટેની સલાહ છે.


ગ્રિન્ટ્સબર્ગ અનુસાર, એ સમજવુ જરૂરી છે કે દારુ શરીરના રોગ પ્રતિરોધક ક્ષમતાને ઓછી કરી દે છે. આવામાં કૉવિડ રોધી ટીકાની અસર માત્ર ઓછી જ નથી થઇ જતી પરંતુ બેઅસર થઇ જાઇ છે.. આ ઉપરાંત કૉવિડની રસી લેવાના 42 દિવસ સુધી કોઇપણ રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી કરનારી દવાનુ સેવન પણ ઠીક છે, જેથી કૉવિડ-19 વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા બનાવવામાં મુશ્કિલ ના થાય. આ માનક પરામર્શ છે જે કોઇપણ આવી પરિસ્થિતિમાં પ્રભાવી છે.

(ફાઇલ તસવીર)

કોરોના વાયરસો પ્રકોપ આખી દુનિયામાં ફેલાયેલો છે. દુનિયાના મોટા ભાગના દેશો કોરોના વેક્સિનની રાહ જોઇ રહ્યાં છે.

આ બધાની વચ્ચે રશિયાએ કોરોના વેક્સિન પર કામ કરવાનુ શરૂ કરી દીધી છે. રશિયાની રાજધાની મોસ્કોમાં આ અભિયાનની શરૂઆત થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે આ વેક્સિન સૌથી પહેલા એ લોકોને આપવામાં આવશે જે લોકોને કોરોનાનો ખતરો સૌથી વધુ છે.