Swaminarayan Mandir: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબી, UAEમાં ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના ઉદ્ઘાટન બાદ મુસ્લિમ દેશમાં વધુ એક મંદિર બનવા જઈ રહ્યું છે. આ દેશનું નામ બહેરીન છે. BAPS બહેરીનમાં પણ મંદિર બનાવશે. આ માટે જમીન ફાળવવામાં આવી છે અને આ મંદિરના નિર્માણ માટેની તમામ ઔપચારિકતાઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવી સ્થિતિમાં મંદિરનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.


બહેરીનમાં બનાવવામાં આવનાર મંદિર પણ અબુ ધાબીના મંદિર જેટલું ભવ્ય હશે. આ મંદિરનું નિર્માણ પણ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવશે, જેણે અબુધાબીમાં મંદિરનું નિર્માણ કર્યું છે. અબુ ધાબીમાં બનેલા મંદિરનો ખર્ચ 700 કરોડ રૂપિયા છે અને બહેરીનમાં મંદિરના નિર્માણમાં મોટો ખર્ચ થવાનો છે. BAPS પ્રતિનિધિ મંડળે બહેરીનના ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા સાથે પણ મુલાકાત કરી હતી.


સ્વામી અક્ષરાતિદાસ, ડૉ. પ્રફુલ્લ વૈદ્ય, રમેશ પાટીદાર અને મહેશ દેવજીના પ્રતિનિધિ મંડળે ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ હિન્દુ મંદિરના નિર્માણનો હેતુ તમામ ધર્મો, વિવિધ સંસ્કૃતિના લોકોનું સ્વાગત અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટેનું સ્થળ પુરુ પાડવાનું છે. બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના મહંત ગુરુ સ્વામી મહારાજે બહેરીનમાં મંદિર બનાવવાની મંજૂરી મળ્યા બાદ ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમાદ અલ ખલીફા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ નિર્ણય બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધો અને ધાર્મિક સંવાદિતામાં વિશ્વાસ દર્શાવે છે. આ સાથે તેમણે મંદિરના વહેલા નિર્માણ માટે પ્રાર્થના પણ કરી હતી. જેથી લાખો લોકોને શાંતિ મળી શકે.


PM મોદીએ અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું કર્યું ઉદ્ઘાટન





PM મોદીએ બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું. અબુધાબીમાં પથ્થરોથી બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે.મંદિરની બંને તરફ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે, જેને ભારતમાંથી મોટા કન્ટેનરમાં લાવવામાં આવ્યું છે.  બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું નિર્માણ આશરે રૂ. 700 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. વિશ્વમાં બનેલા બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના 1500 થી વધુ મંદિરોમાં એક સાથે આરતી કરવામાં આવી રહી છે.