Rishi Sunak and His wife Akshata Murt Net Worth: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને આ વર્ષે મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ દંપતીએ લગભગ 2072 કરોડ રૂપિયાની સંપત્તિ ગુમાવવાનો વારો આવ્યો છે. આમ થવા પાછળનું કારણ કોઈ બીજું નહીં પણ અક્ષતાના પિતા સ્વારા સ્થાપવામાં આવેલી કંપની છે. 


નારાયણ મૂર્તિ ઇન્ફોસિસના સ્થાપક છે અને અક્ષતા મૂર્તિ તેમની પુત્રી છે અને સુનક તેમના જમાઈ છે. અબજોપતિ દંપતીની સૌથી મૂલ્યવાન સંપત્તિ લાંબા સમયથી ઇન્ફોસિસમાં તેમની શેરહોલ્ડિંગ છે. બ્રિટનના પીએમ સુનક અને તેમની પત્ની મૂર્તિ ગયા વર્ષે ધ સન્ડે ટાઈમ્સની રિચ લિસ્ટમાં 222મા ક્રમે હતા. ઈન્ફોસિસના શેરમાં ઘટાડાને કારણે આ નુકસાન થયું છે. ઈન્ફોસિસના શેરમાં ઘટાડાને કારણે અબજોની સંપત્તિનું નુકસાન થયું છે.


છેલ્લા 12 મહિનામાં ઇન્ફોસિસના શેરમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે. આ કારણે તેનું રેન્કિંગ ઘટીને 227માં નંબર પર આવી ગયું છે. નોંધપાત્ર રીતે, સુનક અને મૂર્તિએ ગયા વર્ષે ધ સન્ડે ટાઈમ્સની રિચ લિસ્ટમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ઇન્ફોસિસમાં તેમનો હિસ્સો 690 મિલિયન GBP હતો, પરંતુ એક વર્ષ દરમિયાન દંપતીની સંપત્તિ ઘટીને 529 મિલિયન GBP થઈ ગઈ છે.


ઋષિ સુનકનો પગાર


બ્રિટનના વડાપ્રધાન તરીકે, ઋષિ સુનકને આશરે £165,000 ($208,246)નો વાર્ષિક પગાર મળે છે. રિચ લિસ્ટ અનુસાર, ગયા વર્ષે તેમની કુલ સંપત્તિ £730 મિલિયનની આસપાસ હતી, જે 2023માં ઘટીને £529 મિલિયન થઈ ગઈ છે.


યુકેમાં કોણ કોણ સમૃદ્ધ NRI 


ધ સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ 2023માં, બ્રિટનના સૌથી ધનાઢ્ય પરિવારોમાં ફરી એકવાર ભારતીય મૂળનો હિન્દુજા પરિવાર ટોચ પર છે. છેલ્લા એક વર્ષમાં તેણે GBP 35 બિલિયનની સંપત્તિને પાર કરી છે. તેના પરિવારના વડા શ્રીચંદ પી. હિન્દુજાનું થોડા દિવસો પહેલા લંડનમાં 87 વર્ષની વયે અવસાન થયું હતું.


ભારતીય મૂળના 11 ધનિકોનો સમાવેશ


2023ની "સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ"ના ટોપ 10માં બે ભાઈઓ ડેવિડ અને સિમોન રૂબેન પણ ભારત ધરાવે છે. તેઓ લગભગ 24.399 બિલિયન GBP સાથે ચોથા નંબરે છે. છઠ્ઠા નંબર પર લક્ષ્મી એન મિત્તલ છે, જે આર્સેલર મિત્તલ સ્ટીલવર્ક્સના NRI ઉદ્યોગપતિ છે. આ પછી વેદાંત રિસોર્સિસના ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ 22માં નંબરે છે. આ યાદીમાં 11 NRI સામેલ છે.