America Country Reports : અમેરિકાના બ્યુરો ઓફ કાઉન્ટર ટેરરિઝમના કન્ટ્રી રિપોર્ટ્સ ઓન ટેરરિઝમ 2021માં ભારત સરકારની ભારોભાર પ્રસંશા કરવામાં આવી છે. તો પાડોશી દેશ પાકિસ્તાનની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. અનુસાર ભારતમાં સરકારે આતંકવાદી સંગઠનોના ઓપરેશનને શોધી કાઢવા, તેને ખતમ કરવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. 


અમેરિકાના આ રિપોર્ટમાં નક્કર પગલાં ન લેવા બદલ પાકિસ્તાનની ટીકા કરવામાં આવી છે. અહેવાલ મુજબ, 2021માં આતંકવાદની અસર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર, પૂર્વોત્તર રાજ્યો અને મધ્ય ભારતના ભાગોમાં થઈ હતી. લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, ISIS, અલ-કાયદા, જમાત-ઉલ-મુજાહિદ્દીન અને જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ ભારતમાં કાર્યરત આતંકવાદી જૂથો છે.


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2021માં આતંકવાદીઓની રણનીતિમાં બદલાવ આવ્યો છે. તેણે નાગરિકો પરના હુમલાઓ અને એરફોર્સ બેઝ પર વિસ્ફોટક ડ્રોન હુમલા સહિત આઈઈડીના ઉપયોગ પર તેની નિર્ભરતા વધારી. ઓક્ટોબર 2021માં અમેરિકા, ભારતે કાઉન્ટર ટેરરિઝમ જોઈન્ટ વર્કિંગ ગ્રુપની 18મી બેઠક યોજી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત ખતરાને ઘટાડવા માટે આતંકવાદની તપાસ સંબંધિત માહિતી માટે અમેરિકી વિનંતીઓનો તરત જ જવાબ આપે છે.


પાકિસ્તાનને બરાબરનું આડે હાથ લીધું


આતંકવાદી મુસાફરીને રોકવા માટે સહયોગી પ્રયાસો ચાલુ છે અને અમેરિકા પર આવનારા ખતરાને લઈને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2021માં જમ્મુ-કાશ્મીરમાં 153 આતંકી હુમલા થયા હતા. આ હુમલાઓમાં 45 સુરક્ષાકર્મીઓ, 36 નાગરિકો અને 193 આતંકવાદીઓ સહિત 274 લોકોના મોત થયા હતા. અમેરિકાએ પોતાના રિપોર્ટમાં પાકિસ્તાનની બરાબરની ઝાટકણી કાઢી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને આતંકવાદી જૂથોને ખતમ કરવા માટે પૂરતું કામ કર્યું નથી.


રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું? 


અમેરિકાએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે, પાકિસ્તાને તેની ધરતી પર કાર્યરત હક્કાની નેટવર્ક, લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા આતંકવાદી જૂથોને ખતમ કરવા માટે પૂરતી કાર્યવાહી કરી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના સંસ્થાપક મસૂદ અઝહર પર કાર્યવાહી કરી હતી. પરંતુ તેમ છતાં આતંકવાદી સંગઠન ચાલુ રહ્યું હતું. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા આતંકવાદી સંગઠન પાકિસ્તાનમાં લોકોને સતત નિશાન બનાવી રહ્યા છે.


Ukran War : ભારતે જ રશિયાને યુક્રેન પર પરમાણું હુમલો કરતા અટકાવ્યું : અમેરિકા ભારત પર ફિદા


અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને રશિયા-યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ભારત અને ચીને જ રશિયાને યુક્રેન પર પરમાણું હુમલો કરતા અટકાવ્યા છે. બ્લિંકને કહ્યું હતું કે, આ બંને દેશોની જ અસર છે નહીં તો અત્યાર સુધીમાં રશિયાએ આ યુદ્ધ જીતવા માટે યુક્રેન પર પરમાણુ હુમલો કરી જ દીધો હોત.


રશિયા સાથે ભારતનું સીધું જોડાણ


ઈન્ટરવ્યુમાં બ્લિંકને કહ્યું હતું કે, ભારત અન્ય દેશોની સરખામણીએ રશિયા સાથે વધુ સીધું જોડાણ ધરાવે છે. નવી દિલ્હી છે જેણે બેઇજિંગ સાથે મળીને મોસ્કોને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાને લઈને અટકાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, પુતિન આ યુદ્ધમાં વધુ અતાર્કિક પ્રતિક્રિયા આપી શકે છે. મોસ્કો તરફથી વારંવાર પરમાણુ હુમલાની ધમકીઓ મળી રહી હતી. જે ચિંતાનો વિષય છે.