America: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગમેત્યારે ધરપકડ થઈ શકે છે. આશ્ચર્યજનક વાત એ છે કે ધરપકડની આશંકા કોઈ બીજાએ નહીં પણ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે જ વ્યક્ત કરી છે. તેમણે સંભવિત ધરપકડ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આગામી 21 માર્ચ-મંગળવારે તેમની ધરપકડ થઈ શકે છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, મેનહટનના પ્રોસિક્યુટર્સ હશ મની કેસમાં તેમને દોષિત ઠેરવવાની તૈયારી કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પોતાની ધરપકડનો દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકો પાસેથી વિરોધ પ્રદર્શનની હાકલ કરી છે. 2016ના પ્રમુખપદના પ્રચાર દરમિયાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામે કરવામાં આવેલી કથિત ગુપ્ત ચૂકવણીને લઈને તેમના પર આરોપ ઘડવામાં આવશે. આ અંગે તેઓ મંગળવારે મેનહટન કોર્ટમાં હાજર થવાના છે. તે જ દિવસે તેમણે પોતાની ધરપકડ થશે તેવો દાવો કર્યો છે.
ટ્રમ્પનું માનવું છે કે, તેમને દોષિત ઠેરવવામાં આવી શકે છે, કારણ કે, તેમને લાગે છે કે મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રોક તેમને ધિક્કારે છે. પોતાની પોસ્ટમાં તેમણે દાવો કર્યો હતો કે, મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસમાંથી ગેરકાયદેસર લીક્સમં એ વાતના સંકેત મળી રહ્યાં છે કે, અગ્રણી રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખની આગામી સપ્તાહે મંગળવારે ધરપકડ કરવામાં આવશે.
મંગળવારે ટ્રમ્પની થનારી પેશીને લઈને અત્યંત સઘન સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે કોઈ પૂર્વ રાષ્ટ્રપતિ પર કોઈ કેસમાં આરોપ લગાવવામાં આવશે.
હકીકતે ન્યૂયોર્કની ગ્રાન્ડ જ્યુરી 2016માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને કરવામાં આવેલી $1.30 મિલિયનની ચુકવણીમાં ટ્રમ્પની સંડોવણીની તપાસ કરી રહી છે. એવો આરોપ છે કે, આ ચૂકવણી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, ડેનિયલ્સ રિપબ્લિકન નેતા ટ્રમ્પ સાથેના તેના કથિત જાતીય સંબંધો વિશે ચૂપ રહે.
ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં ત્રીજી વાર લડશે રાષ્ટ્રપતિની ચૂંટણી, દાવેદારીની જાહેરાત થતા જ બાઇડન ભડક્યાં
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક વાર ફરી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ટ્રમ્પે 2024માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે પોતાની ઉમેદવારી પણ જાહેર કરી દીધી છે. ટ્રમ્પે પણ તાજેતરમાં જ આ વાતનો સંકેત આપ્યો હતો. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે અને ટૂંક સમયમાં જ જનતા સમક્ષ તેમના ઈરાદા સ્પષ્ટ કરશે.
ત્રીજી વાર રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે
ગત ચૂંટણીમાં જો બિડેન સામે ટ્રમ્પને હાર મળી હતી. તેઓ 2024માં ત્રીજી વાર રાષ્ટ્રપતિ પદ માટે મેદાનમાં ઉતરશે. પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાની ઉમેદવારીનું એલાન કરતા કહ્યું કે આ વખતનો તેમનો ચૂંટણી પ્રચાર અગાઉના બે વખત કરતા સાવ અલગ હશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ આજે રાત્રે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ પદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી રહ્યા છે. તેણે કહ્યું કે તે આખી દુનિયામાં અમેરિકાની શક્તિ અને ચમક પાછી લાવવા માંગે છે.