સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના ફેલાવાને લઈને ફરી એકવાર નવો અને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમના જણાવ્યા અનુસાર, ચીનના વુહાન શહેરના એક સીફૂડ માર્કેટમાંથી આનુવંશિક નમૂના લેવામાં આવ્યા હતા. વિશ્લેષણ દર્શાવે છે કે ત્યાં વેચાતા રૈકૂન ડોગ્સમાં SARS-CoV-2 વાયરસ હતો, જે કોરોના મહામારીનું કારણ હોઈ શકે છે અને પ્રાકૃતિ ઉત્પતિ વિશેના કેસ સ્ટડીને મજબૂત બનાવી રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં કોરોનાએ તબાહી મચાવી હતી અને આજે પણ આખી દુનિયા આ વાયરસને ખતમ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. દરમિયાન વાયરસ વિશે ચર્ચા ચાલી રહી છે, તે ક્યાંથી આવ્યો અને તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? શરૂઆતમાં નિષ્ણાતોએ ચીનની વુહાન લેબને દોષિત ઠેરવી હતી અને દાવો કર્યો હતો કે તેણે વાયરસ ફેલાવ્યો છે. જો કે ચીને આ દાવાને સદંતર ફગાવી દીધો હતો. નિષ્ણાતો પણ નક્કર પુરાવા એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે ત્રણ વર્ષ પછી નિષ્ણાતોએ નવો અને મોટો દાવો કર્યો છે. નિષ્ણાતોએ કહ્યું હતું કે આ વાયરસ ચામાચીડિયા કે ઉંદરો મારફતે નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોના ચીનમાં રૈકૂન ડોગ્સ દ્વારા ફેલાયો છે. ટીમને તેના પુરાવા પણ મળ્યા છે.


ન્યૂયોર્ક ટાઈમ્સે ગુરુવારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે નિષ્ણાતોની ટીમે વર્ષ 2020માં હુનાન સીફૂડ હોલસેલ માર્કેટ અને તેના નજીકના વિસ્તારમાંથી આનુવંશિક ડેટા ફોર્મ સ્વેબ એકત્રિત કર્યા હતા. થોડા સમય બાદ ચીની સત્તાવાળાઓએ બજાર બંધ કરી દીધું. આ સ્વેબનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અધિકારીઓને આ માર્કેટમાંથી નવા વાયરસના ફેલાવાની શંકા છે.


સંશોધન ટીમે આવા નમૂનાઓ એકત્ર કર્યા હતા


અહેવાલમાં જણાવાયું છે કે જ્યારે પ્રાણીઓને બજારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારે સંશોધકોએ પ્રાણીઓના પાંજરામાં પરિવહન કરવા માટે ઉપયોગમાં લેવાતા દિવાલો, ફ્લોર, ધાતુના પાંજરા અને ગાડીમાંથી સ્વેબ લીધા હતા. વિશ્લેષણમાં સામેલ ત્રણ વૈજ્ઞાનિકોને ટાંકવામાં આવ્યા છે - જે સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમનો રિપોર્ટ કોરોના વાયરસ માટે પોઝિટિવ આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય રિસર્ચ ટીમને જાનવરોને લગતી આનુવંશિક સામગ્રી મળી આવી છે, જેમાં મોટા પ્રમાણમાં રૈકૂન ડોગ્સ સેમ્પલ મેચ થયા છે.


નોંધનીય છે કે ડિસેમ્બર 2019માં ચીનના વુહાન પ્રાંતમાં કોરોના વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, વૈશ્વિક સ્તરે COVID-19 ના 760,360,956 કેસની પુષ્ટી થઈ છે. તેમાંથી 6,873,477 દર્દીઓના મોત થયા છે.