વૉશિંગટનઃ દુનિયાભરમાં કોરોનાનો કેસ સતત વધી રહ્યો છે. અમેરિકામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સાત હજારથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. અમેરિકામાં દિવસમાં કોરોનાથી 10928 લોકો મોતને ભેટી ચૂક્યા છે. અમેરિકામાં અત્યાર સુધી 47 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. છેલ્લા એક દિવસમાં કોરોના સંક્રમણના 58094થી વધુ કેસનો નોંધાયા છે, અને 1102 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સૌથી વધુ મોત અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામા કોરોનાની ઝપેટમાં આવીને મરનારા લોકોની સંખ્યા દોઢ લાખને પાર પહોંચી ચૂકી છે. આ પણ દુનિયાભરમાં મરનારાઓની સૌથી વધુ સંખ્યા છે.

કોરોના સંક્રમણ પર નજર રાખનારી વેબસાઇટ વર્લ્ડોમીટર અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા રવિવારે સવારે વધીને 47 લાખ 63 હજારને પાર પહોંચી ગઇ છે. વળી અત્યાર સુથી 1 લાખ 57 હજાર 877 લોકોના મોત થઇ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 23.61 લાખ લોકો ઠીક થઇ ચૂક્યા છે, જે કુલ સંક્રમિતોનો માત્ર 50 ટકા છે. 22 લાખ 44 હજાર હજુ પણ વાયરસ સંક્રમિત છે, વળી અમેરિકામાં કુલ 3.31 ટકા કોરોના સંક્રમિત લોકોના મોત થઇ ચૂક્યા છે.