અમેરિકા ઓસામાના પુત્ર હમઝા બિન-લાદેનને આતંકવાદના ઉભરતા ચહેરા તરીકે જુએ છે. ‘જિહાદના યુવરાજ’ના નામથી ઓળખાતા હમઝાના ઠેકાણાનો કોઇ અત્ત-પત્તો નથી. વર્ષોથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સીરિયામાં રહી રહ્યો છે કે પછી ઇરાનમાં નજર બંધ છે.
અલ-કાયદાના હવાલો આપતા વિદેશ મંત્રાલયે એક નિવદેનમાં કહ્યું કે, ‘હમઝા બિન-લાદેન અલ-કાયદાના સરગના ઓસામા બિન-લાદેનનો પુત્ર છે અને તે અલ-કાયદાના નેતા તરીકે ઉભરી રહ્યો છે.’ વિદેશ મંત્રાલયે કોઇપણ દેશમાં હમઝાની હાજરીની જાણકારી આપનારાને 10 લાખ ડૉલર ઇનામ આપવાની જાહેરાત કરી છે.
નોંધનીય છે કે, અમેરિકન નેવી સીલ્સે પાકિસ્તાનના એબટાબાદમાં ઘૂસીને 2011માં ઓસામા બિન-લાદેને મારી નાંખ્યો હતો.