ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન 56 ઇસ્લામી અને મુસ્લિમ રાષ્ટ્રોનું સૌથી મોટુ સંગઠન છે. OICનો મુખ્ય ઉદ્દેશ ઇસ્લામિક રાષ્ટ્રોને સહયોગ અને પ્રોત્સાહિત કરવાનો છે. આ ઓર્ગેનાઇઝેશનનુ હેડક્વાર્ટર જેદ્દા, (સાઉદી અરબ)માં આવેલું છે. આ ઓર્ગેનાઇઝેશને આ વખતે ભારતની વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને સ્પેશ્યલ અતિથિ તરીકે નિમંત્રણ આપ્યુ છે.
સુષ્મા સ્વરાજને નિમંત્રણ આપવું એટલા માટે મહત્વપૂર્ણ છે કેમકે આ સંગઠને ભારત જેવા રાષ્ટ્રને હંમેશા બહિષ્કાર કર્યો છે. ભારતમાં બે-ત્રણ મુસ્લિમ દેશોને છોડીને સૌથી વધુ મુસલમાન રહે છે, પણ આ સંગઠને ભારતને સદસ્યતા આપવાનું દુર, સુપરવાઇઝરનો દરજ્જો પણ આજ સુધી નથી આપ્યો. જ્યારે સુપરવાઇઝર તરીકે રશિયા, થાઇલેન્ડ અને કેટલાક નાના મોટા આફ્રિકી દેશોને હંમેશા બોલાવવામાં આવે છે.
આ વખતે પાકિસ્તાનના બૂમબરાડા બાદ પણ ભારતને OICમાં બોલાવવામાં આવ્યુ છે. 1લી માર્ચે થનારા આ અધિવેશનમાં સુષ્મા સ્વરાજ મુખ્ય અતિથિ હશે, જ્યારે પાકિસ્તાને અહીં જવાની ના પાડી દીધી છે.