E Coli Outbreak in America: અમેરિકામાં એક નવા પ્રકારરનો વાયરસ ફેલાઇ ગયો છે, આ વાયરસનું નામ કોલી વાયરસ છે, જે મેકડૉનાલ્ડ્સ (McDonald’s) ના ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગરના ખાવાથી અમેરિકાના 10 રાજ્યોમાં ફેલાયો છે. આ વાતની જાણકારી યૂએસ સેન્ટર ફોર ડિસઝ કન્ટ્રૉલ પ્રિવેન્શને (CDC) મંગળવારે આપી. બતાવવામાં આવ્યુ છે કે, આના મોટાભાગના કેસો કોલોરાડો અને નેબ્રાસ્કોમાં સામે આવ્યા છે.  


CDC એ આ મામલામાં શું કહ્યું - 
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, આ વાયરસને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે. ડઝનેક પણ હૉસ્પિટલમાં દાખલ છે. માહિતી આપતા સીડીસીએ કહ્યું કે આ વાતની પુષ્ટિ થઈ નથી કે મેકડૉનાલ્ડ્સ ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગર બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી આ વાયરસના ફેલાવા માટે જવાબદાર છે. પરંતુ તપાસકર્તાઓ તેમાં ઉપયોગમાં લેવાતા ડુંગળી અને બીફની તપાસ કરી રહ્યા છે.


ચાલો તમને જણાવીએ કે E. coli ના O157:H7 સ્ટ્રેન ગંભીર રોગનું કારણ બની શકે છે. 1993 માં જેક ઇન ધ બૉક્સ રેસ્ટોરન્ટમાં અન્ડરકૂક્ડ હેમબર્ગર ખાધા પછી આ જ વાયરસને કારણે ચાર બાળકો મૃત્યુ પામ્યા હતા. વળી, વિશ્વની સૌથી મોટી ફૂડ ચેઇન મેકડૉનાલ્ડ્સના શેરમાં 6 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.


મેકડૉનાલ્ડ્સના ચીફ સપ્લાય ઓફિસરે કહ્યું - 
મેકડૉનાલ્ડ્સના ઉત્તર અમેરિકાના મુખ્ય સપ્લાય ચેઇન ઓફિસર સેઝર પીનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ અનુસાર, બિમારીનું કારણ ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગરમાં વપરાતી ડુંગળી સાથે જોડાયેલું હોઈ શકે છે. જે એક જ સપ્લાયર મારફત ત્રણ વિતરણ કેન્દ્રો પર મોકલવામાં આવી હતી.


મેકડૉનાલ્ડ્સના ક્વાર્ટર પાઉન્ડર હેમબર્ગરને હટાવ્યો 
તમને જણાવી દઈએ કે E. Coli વાયરસના કારણે એક મૃત્યુ અને ડઝનેક લોકો બીમાર પડ્યા પછી મેકડૉનાલ્ડ્સે એક નિવેદનમાં કહ્યું છે કે તે કોલોરાડો, કેન્સાસ, ઉટાહ અને વ્યોમિંગ સહિતના પ્રભાવિત વિસ્તારોમાંથી ક્વાર્ટર પાઉન્ડરને દૂર કરી રહ્યું છે.


શું છે ઇ કોલી વાયરસના લક્ષણો 
કોલોરાડોના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, ઇ. કોલી વાયરસના લક્ષણો વિશે વાત કરીએ તો તેમાં અતિશય પેટમાં દુખાવો, ઝાડા અને ઉલ્ટી જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. તે જ સમયે, તેનાથી પ્રભાવિત વ્યક્તિ ત્રણથી ચાર દિવસમાં બીમાર થવા લાગે છે.


આ પણ વાંચો


Russian submarine Ufa: ભારતના દરિયામાં બ્લેકહૉલ, સાયલન્ટ કિલરને જોતા જ ઉડી ગયા ચીન-પાકિસ્તાનના હોશ