Israel Hamas War:હમાસના આંતકીના ક્રુર હુમલા બાદ યુનાઇટેડ સ્ટેટ્સે આ અઠવાડિયે આતંકવાદીઓ દ્વારા ઘાતકી હુમલા બાદ ઇઝરાયેલને સમર્થન આપવા યુએસએસ ગેરાલ્ડ ફોર્ડ સહિત યુદ્ધ જહાજોનું એક જૂથ મોકલ્યું છે.


યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને રવિવારે જાહેરાત કરી હતી કે, યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડનું કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપ - નિયુક્ત એરક્રાફ્ટ કેરિયર, ગાઈડેડ મિસાઈલ ક્રુઝર યુએસએસ નોર્મેન્ડી અને ચાર ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર (યુએસએસ થોમસ હડનર, રેમેજ, કાર્ને અને રૂઝવેલ્ટ) નો સમાવેશ કરીને પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર તરફ રવાના કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, 'હું અને મારી ટીમ અમારા ઇઝરાયલી સમકક્ષો સાથે ગાઢ સંપર્કમાં રહીશું જેથી કરીને ખાતરી કરી શકાય કે તેમના નાગરિકોની સુરક્ષા માટે અને આ જઘન્ય આતંકવાદી હુમલાઓ સામે પોતાનો બચાવ કરવા માટે તેમની પાસે જે જરૂરી છે તે બધું જ  છે.


તો બીજી તરફ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે 212 ભારતીય નાગરિકોને ઈઝરાયેલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હવે બીજી બેચ પણ  શુક્રવારે સાંજે ઈઝરાયેલથી ઉપડી. ભારતે પોતાના નાગરિકોને બચાવવા માટે 'ઓપરેશન અજય' શરૂ કર્યું છે. ઇઝરાયેલથી ભારતીય નાગરિકોને પરત લાવવાની સુવિધા માટે પ્રથમ ફ્લાઇટ ગુરુવારે મોડી સાંજે બેન ગુરિયન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જેમાં યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં રહેતા 212 લોકો હતા, જે શુક્રવારે સવારે ભારત પહોંચી હતી.


યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન સંસદના પ્રમુખ રોબર્ટા મેટઝોલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલ પહોંચ્યા.  અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન પણ શુક્રવારે તેલ અવીવ પહોંચ્યા હતા. તેલ અવીવ પહોંચીને લોયડ ઓસ્ટીને કહ્યું કે ઈઝરાયેલ માટે અમેરિકાનું સમર્થન મજબૂત છે.


ઈઝરાયેલના નાગરિકે તેની વાર્તા સંભળાવી
ઈઝરાયેલના નાગરિક ગિલીનો દાવો છે કે, તેના પરિવારના સભ્યોને હમાસના આતંકવાદીઓએ બંધક બનાવ્યા હતા. તેણે કહ્યું કે મારી બહેન તેના પતિ અને 3 વર્ષની પુત્રી સાથે તેના પરિવારને મળવા આવી હતી. તે રવિવારે ઘરેથી  લઈ ગયા હતા. કિબુત્ઝ બેરી ખાતે 100 થી વધુ બંધકોને અમાનવીય રીતે ગાઝામાં લઈ જવામાં આવ્યા છે. તેઓ ભાગ્યા પરંતુ ચાર આતંકવાદીઓ તેમની પાછળ આવ્યા. મારી બહેને તેની પુત્રી તેના પતિને આપી જેથી તે તેને બચાવી શકયી. મારી બહેન છેલ્લા 5 દિવસથી ગુમ છે. અમે તેને શોધવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ અમે તેને શોધી શક્યા નથી.