નવી દિલ્હીઃ અંતરિક્ષ યાત્રા પર ગયેલા અબજોપતિ રિચર્ડ બ્રેન્સન ધરતી પર પરત ફરી ગયા છે. આખા સફરમાં લગભગ 56 મિનીટ રહી. રિચર્ડ બ્રેન્સન પોતાની સાથે 5 સભ્યોને લઇને અંતરિક્ષમાં ગયા હતા જેમાં ભારતની દીકરી શીરિષા બાંદલા પણ સામેલ હતી.  


અમેરિકામાં સવારે 10.30 વાગે એટલે કે ભારતના રાત્રે 8 વાગ્યાની આસપાસ વર્ઝિન ગેલેક્ટિક ધરતી પરથી સ્પેસ માટે ઉડ્યુ. આની લગભગ 4 મિનીટ સુધી અંતરિક્ષનો સફર કર્યા બાદ ધરતી પર પરત આવી ગયા હતા.  


આ મિશનમાં કંપનીના ફાઉન્ડર રિચર્ડ બ્રેન્સનની સાથે 5 બીજા યાત્રી સામેલ હતા. જેમાં ભારતીની દીકરી શીરિષા બાંદલા પણ સામેલ હતી. ધરતી પર પરત ફર્યા બાદ રિચર્ડે શીરિષા બાંદલાને ખભા પર ઉઠાવીને અંતરિક્ષ યાત્રાનો જશ્ન પોતાના જ અંદાજમાં મનાવ્યો.  






શીરિષા બાંદલા આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં જન્મેલી છે, અને ટેક્સાસના હ્યૂસ્ટનમાં ઉછળીને મોટી થઇ છે. તે કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બાદ અંતરિક્ષમાં જનારી ભારતીય મૂળની ત્રીજી મહિલા બની ગઇ છે. જોકે અંતરિક્ષમાં પહેલા જવાની દોડમાં રિચર્ડ બ્રેન્સન, અમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસથી 9 દિવસના અંતરથી આગળ નીકળી ગયા છે. 


આ રેસ પર સવાલ ઉઠ્યા બાદ રિચર્ડ કહે છે કે - મેં ઘણીવાર કહ્યું છે કે આ રેસ નથી, પરંતુ હું કહેવા માગીશ કે બધુ ઠીક રહ્યું. હું જેક બેઝોસ અને તેની ટીમ જે અંતરિક્ષમાં જવાની છે તેના માટે શુભેચ્છાઓ પાઠવુ છે. અંતરિક્ષમાંથી પરત ફર્યા બાદ રિચર્ડ બ્રેન્સન અને તેમની ટીમને આખી દુનિયામાંથી શુભેચ્છાઓ મળી રહી છે.