Anti Pak Protest: પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ નથી લઇ રહી, આર્થિક સંકટ, પુર, લોટ અને ખાદ્ય સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન સામે વધુ એક મોટી મુશ્કેલી આવી પડી છે. એકબાજુ પાકિસ્તાન ચારેય બાજુઓથી મુશ્કેલીઓથી ઘેરાઇ ગયો છે, ત્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતમાં ભેળવવાની માંગ ઉઠી છે, અને આ માંગ પણ ત્યા ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો કરી રહ્યાં છે.  


ખરેખરમાં, પાકિસ્તાન સરકારની ભેદભાવપૂર્ણ અને દમદાકાર નીતિઓથી અહીં ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકો નારાજ છે. સ્થાનિક લોકોએ પોતાના શોષણ કરવાથી તંગ આવીને ભારતના લદ્દાખમાં સાથે આવવાની માંગ કરી છે. 




ગિલગિટ-બાલ્ટિસ્તાનના લોકોની નારાજગી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, આને લગતા અનેક વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર જોવા મળી રહ્યાં છે, જેમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં લોકો મોટી રેલી કાઢીને પીઓકેને ભારતમાં ભેળવી દેવાની માંગ કરી રહ્યાં છે.




હાલમાં જ સામે આવેલા એક વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં એક મોટી રેલી થઇ રહી છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો હાજર છે, રેલીમા માંગ કરવામાં આવી રહી છે કે કારગિલ રસ્તાંઓ ફરીથી ખોલવામાં આવે, અને ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં બાલ્ટિસ્તાનને ફરીથી સામેલ કરવામાં આવે.