નવી દિલ્લી: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પાકિસ્તાનના કટ્ટર વિરોધી લેફ્ટનેંટ જનરલ માઈકલ ફ્લિંનને પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા છે. આ વર્ષે ઓગષ્ટમાં ફ્લિનનું એક પુસ્તક આવ્યું હતું, જેમાં તેમણે પાકિસ્તાનને આપવામાં આવતી મદદ બંધ કરવાની વકાલત કરી હતી. આ સિવાય ફ્લિન અફધાનિસ્તાન અને ઈરાકમાં આતંકી નેટવર્કનો ખાતમો કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા છે.
ફ્લિન અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રંપના નજીદીકી સૈન્ય સલાહકાર રહી ચુક્યા છે. ફ્લિન એનએસએ પર સુજેન રાઈસની જગ્યા લીધી છે. બીજી અને 8 નવેંબરની ચૂંટણીઓ બાદ રિપબ્લિકન ગર્વનર હવે 33 રાજ્યોના પ્રભારી છે.
અમેરિકાએ કહ્યું ભારત તેનું મુખ્ય સહયોગી છે અને બનેલું રહેશે. આ સાથે જ અમેરિકા ઓબામા પ્રશાસન વચ્ચેના કાર્યકાળમાં દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા પર ધ્યાન કેંદ્રીત કરશે. રિપબ્લિકન પાર્ટીના ઉમ્મેદવાર ટ્રંપ અમેરિકાના આગળના રાષ્ટ્રપતિ છે. સત્તામાં બદલાવ પછી અમેરિકાની નીતિયો અને વિદેશી સંબંધોની રણનીતિમાં પણ બદલાવ આવવાની શક્યતાઓની વાત સાંભળવા મળી રહી છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું અમારે ભારત સાથેના જે પ્રકારના સંબંધો છે અમે તેનું મહત્વ સમજીએ છીએ અને આ સંબંધોનું સમ્માન કરીએ છીએ.