ન્યૂયોર્કઃ એપલના ચીફ ડિઝાઇન ઓફિસર જોનાથન ઇવે કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. આઇફોન અને આઇપોડને ડિઝાઇન કરનારા જોનાથનનું રાજીનામું એટલી મોટી ઘટના છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે તે એપલ કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળી આવ્યો હતો અને એક દિવસમાં માર્કેટ વેલ્યૂ 9 અબજ ડોલર ઓછી થઇ ગઇ હતી. માર્કેટ વેલ્યૂમાં ઘટાડાની રીતે જોઇએ તો કંપનીને આ ઝટકો સ્ટીવ જોબ્સના રાજીનામા કરતા થોડો જ ઓછો છે. એપલના ફાઉન્ડર અને સીઇઓ સ્ટીવ જોબ્સે સ્વાસ્થ્યના કારણોસર 2011માં રાજીનામું આપ્યું હતું ત્યારે કંપનીની માર્કેટ વેલ્યૂ 10 અબજ ડોલર ઘટી ગઇ હતી.
ફાઇનાન્સિયલ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂ મારફતે રાજીનામાની જાહેરાત કરતા જોનાથન હવે પોતાની ડિઝાઇન કંપની ખોલશે જેનું નામ LoveFrom હશે. એપલ કંપની તેની પ્રથમ ક્લાયન્ટ હશે. તે સિવાય અન્ય કંપનીઓ માટે પણ જોનાથન કામ કરશે. જોનાથને 1992માં એપલ કંપની જોઇન કરી હતી અને 1998માં iMacથી લઇને તમામ પ્રોજેક્ટ માટે કામ કર્યું. એપલના અનેક વરિષ્ઠ અધિકારીઓ કંપની છોડી ચૂક્યા છે. ચીફ રિટેલ ઓફિસર અંગીલા અરેન્ડર્ટ્સે ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યું હતું. તે સિવાય એપલ ઇન્ડિયાના ત્રણ વરિષ્ઠ સેલ્સ અધિકારીઓ રાજીનામું આપ્યું હતું.
જોનાથન વિશે સ્ટીવે જોબ્સે કહ્યું હતું કે, એપલમાં જો કોઇ મારો આત્મિક દોસ્ત છે તો તે જોની છે. જોની અને મેં અનેકવાર પ્રોડક્ટ્સ પર કામ કર્યું છે. તે સીધા મારા માટે કામ કરે છે. એપલમાં મારા પછી તેમની પાસે સૌથી વધુ ઓપરેશનલ પાવર છે.
એપલના ચીફ ડિઝાઇન ઓફિસરનું રાજીનામું, કંપનીના 9 અબજ ડોલર ધોવાયા
abpasmita.in
Updated at:
29 Jun 2019 06:02 PM (IST)
એપલના ફાઉન્ડર અને સીઇઓ સ્ટીવ જોબ્સે સ્વાસ્થ્યના કારણોસર 2011માં રાજીનામું આપ્યું હતું ત્યારે કંપનીની માર્કેટ વેલ્યૂ 10 અબજ ડોલર ઘટી ગઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -