ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ હાલ ત્રણ મેચોની ટેસ્ટ અને ત્રણ મેચોની વનડે સીરીઝ રમવા માટે પાકિસ્તાનના પ્રવાસે છે. 24 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ છે. જો કે, સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયાની ટીમને પાકિસ્તાન તરફથી મળેલા ભોજન વિશે પાકિસ્તાનની ટ્રોલિંગ થઈ રહી છે.
ઓસ્ટ્રેલિયાની ટીમના ધુંઆધાર બેટ્સમેન માર્નસ લાબુસ્ચગને પોતાના ટ્વીટર હેન્ડલ પર પાકિસ્તાનમાં કરી રહેલા બપોરના ભોજનનો એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર કરતી વખતે માર્નસે લખ્યું હતું કે, 'લંચમાં પણ દાળ અને રોટી'. જો કે તેમણે કેપ્શનમાં એ પણ લખ્યું કે, ભોજન સ્વાદિષ્ટ છે. છતાં પણ ઓસ્ટ્રેલિયાની ટીમને ભોજનમાં દાળ અને રોટલી આપવા અંગે પાકિસ્તાનની મેજબાનીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાઈ હતી.
સોશિયલ મીડિયામાં પાક.ની ટ્રોલિંગઃ
ઓસ્ટ્રેલિયન પ્લેયરે કરેલી પોસ્ટ પર લોકોએ પાકિસ્તાનની મજાક ઉડાવી હતી. એક યુઝરે લખ્યું કે, આ દાળ નથી દાળનું પાણી છે. એમાં દાળ શોધવી ઘણું મુશ્કેલી ભર્યું કામ છે. બીજા એક યુઝરે કહ્યું કે, આ દેશમાં ખાવાનું મળી રહ્યું છે એટલું જ કાફી છે.
આ સાથે એક યુઝરે આ ભોજનની તુલના જેલમાં અપાતા ભોજન સાથે કરી અને લખ્યું કે, આ તો જેલનું ખાવાનું છે, શું તમે જેલમાં છો?