Sriram Krishnan News: અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક શ્રીરામ કૃષ્ણનને મોટી જવાબદારી સોંપી છે. તેમને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર વ્હાઇટ હાઉસના વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનું કામ એઆઈ અંગે વ્હાઇટ હાઉસને સલાહ આપવાનું રહેશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ એઆઈમાં અમેરિકન નેતૃત્વ જાળવી રાખવા માટે ડેવિડ સાક્સ અને શ્રીરામ સાથે કામ કરશે. આ નિમણૂક માટે ટ્રમ્પનો આભાર માનતા કૃષ્ણને કહ્યું કે તેઓ આ માટે સન્માનિત અનુભવી રહ્યા છે.

Continues below advertisement


કોણ છે શ્રીરામ કૃષ્ણન ? 
શ્રીરામ કૃષ્ણને ઘણી કંપનીઓમાં નેતૃત્વની ભૂમિકા ભજવી છે. તેમણે માઇક્રોસૉફ્ટ, ટ્વિટર, યાહૂ, ફેસબુક અને સ્નેપ વગેરે કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કર્યું છે. તેણે અમેરિકન અબજોપતિ એલન મસ્ક સાથે પણ કામ કર્યું છે. ક્રિષ્નન જ્યારે ટ્વિટરને ખરીદ્યા પછી તેમાં ફેરફાર કરી રહ્યો હતો ત્યારે તેની સાથે હતો તેણે એન્ડ્રીસેન હોરૉવિટ્ઝ (a16z) સાથે પણ કામ કર્યું છે. 2023 માં, તેમણે લંડનમાં અમેરિકાની બહાર ખોલેલી ઓફિસનો હવાલો સંભાળ્યો. તેણે નવેમ્બરમાં જ આ કંપનીને અલવિદા કહી દીધું.


ભારતીય અમેરિકન સમુદાયે કર્યુ ફેંસલાનું સ્વાગત 
શ્રીરામ કૃષ્ણને મહત્વની ભૂમિકા આપવાના ટ્રમ્પના નિર્ણયને ભારતીય અમેરિકન સમુદાયે આવકાર્યો છે. Idiaspora ના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર સંજીવ જોશીપુરાએ જણાવ્યું હતું કે, "અમે કૃષ્ણનને આ પ્રતિષ્ઠિત ભૂમિકા બદલ અભિનંદન આપીએ છીએ. જાહેર નીતિ, આંતરરાષ્ટ્રીય બાબતો, ટેક્નોલૉજી અને રોકાણમાં તેમની કુશળતા દેશ માટે અમૂલ્ય છે."


20 જાન્યુઆરીએ શપથ લેશે ડોનાલ્ડ ટ્રમ્પ 
આ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે, પરંતુ તેમણે હજુ સુધી શપથ લીધા નથી. તેઓ 20 જાન્યુઆરીએ શપથ લેશે. ટ્રમ્પ છેલ્લા 13 દાયકામાં અમેરિકાના પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ છે જે ફરીથી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પે તેમની સરકારમાં ઘણી મહત્વની નિમણૂંકો કરી છે.


આ પણ વાંચો


કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી