Pakistan Army Chief : આખરે પાકિસ્તાનને તેના નવા આર્મી ચીફ મળી ગયા છે. જનરલ અસીમ મુનીર પાકિસ્તાનના નવા આર્મી ચીફ હશે. પીએમ શાહબાઝ શરીફે તેમના નામની જાહેરાત કરી હતી. પાકિસ્તાનના નવા આર્મી ચીફની રેસમાં અનેક મોટા નામ સામેલ હતા.  પરંતુ જનરલ મુનીરને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જનરલ મુનીર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું કુખ્યાત નામ માનવામાં આવે છે. મુનીર જનરલ બાજવાનું સ્થાન લેશે.


કોણ છે જનરલ અસીમ મુનીર


લો. જનરલ અસીમ મુનીર પાકિસ્તાની સેનાના સૌથી વરિષ્ઠ અધિકારી છે. પાકિસ્તાનના આર્મી ચીફ બાજવા નિવૃત્તિ ત્યારે વર્તમાન સમયમાં લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર સૌથી વરિષ્ઠ અધિકારી છે. સેનામાં બંને મોટા હોદ્દા માટે નવેમ્બર પહેલા ભલામણો મોકલવાની હતી પરંતુ બાજવા પર નિર્ભર હતું કે તે આ નામોમાં જનરલ મુનીરનું નામ સામેલ કરશે કે કે... જોકે મુનીરે બાજી મારી લીધી છ. મુનીર 2017માં ડીજી મિલિટરી ઈન્ટેલિજન્સ રહી ચુક્યા છે. વર્ષ 2018માં તે 8 મહિના સુધી ISI ચીફ પણ રહી ચૂક્યા છે. ISI ચીફ પદે રહેતા અને તે અગાઉના તેમના સૈન્ય કાર્યકાળ દરમિયાન અનેક એવી બાબતો પ્રકાશમાં આવી હતી જેનાકારણે તેમને ISIના એક કુખ્યાત અધિકારી માનવામાં આવતા હતાં.


કેવી છે મુનીરની સૈન્ય કારકિર્દી? 


મુનીર પાકિસ્તાનની ઓપન ટ્રેનિંગ સર્વિસ (OTS) દ્વારા સેનામાં જોડાયા હતાં. ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટના જનરલ મુનીર સૌથી વરિષ્ઠ થ્રી સ્ટાર જનરલ છે. મુનીર ઑક્ટોબર 2018માં ઇન્ટેલિજન્સ ચીફ બન્યા હતા, પરંતુ માત્ર આઠ મહિનામાં જ તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. તેઓ જનરલ બાજવાના સૌથી પસંદગીના અધિકારી ગણાય છે. જ્યારે જનરલ બાજવા X કોર્પ્સના કમાન્ડર હતા ત્યારે જનરલ મુનીર ત્યાં બ્રિગેડિયર તરીકે તૈનાત હતા.


વર્ષ 2017માં જનરલ બાજવાએ તેમને મિલિટરી ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર જનરલ એટલે કે ચીફ બનાવ્યા હતા અને એક વર્ષની અંદર તેઓ આઈએસઆઈના ચીફ પણ બની ગયા હતાં. પરંતુ આઠ મહિનામાં તત્કાલિન પીએમ ઈમરાન ખાનના કહેવાથી તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. અહીંથી લઈલેફ્ટિનેન્ટ જનરલ મુનીર ગુંજરાવાલા કોર્પ્સ કમાન્ડર પદે પહોંચ્યા અને બે વર્ષ સુધી આ પદ પર સેવા આપી. જનરલ મુનીરને ટુ-સ્ટાર બનવામાં ઘણો સમય લાગ્યો અને સપ્ટેમ્બર 2018માં તેઓ આ પદ પર આવી શક્યા.


પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવા આર્મી ચીફ બનવાની રેસમાં હાલમાં છ જનરલોના નામ સામેલ હતાં. જેમાં લેફ્ટનન્ટ જનરલ સૈયદ અસીમ મુનીર, લેફ્ટનન્ટ જનરલ અઝહર અબ્બાસ, લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાના નામ શામેલ હતાં.