Mini Hulk Viral Video: સારા સ્વાસ્થ્ય માટે આપણે લોકોને સવારે વહેલા ઉઠીને પાર્કમાં ફરતા અને જીમમાં પરસેવો પાડતા જોઈએ છીએ. ડોકટરો અને ઘણા આરોગ્ય નિષ્ણાતોના મતે આપણે તંદુરસ્ત શરીર માટે દરરોજ કસરત કરતા રહેવું જોઈએ. જેથી કરીને આપણે આપણા શરીરને મજબૂત બનાવી શકીએ અને રોગોથી દૂર રહી શકીએ. ઘણીવાર એવું જોવા મળ્યું છે કે મોટાભાગના યુવાનો શરીરને ફિટ રાખવા માટે જિમનો સહારો લે છે. જ્યાં તે પોતાના શરીરને ખૂબ જ કર્વી બનાવવાનો પ્રયાસ કરે છે.


તાજેતરમાં આવા જ એક બાળકનો ફિટનેસ વીડિયો સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. તેની ફિટનેસ તેમજ વ્યાયામ કૌશલ્યને જોતા મોટા મોટા વેઈટલિફ્ટિંગના શોખીનો તેની સામે ઝાંખા દેખાય છે. બ્રાઝિલમાં રહેતા એક છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં તે જબરદસ્ત બોડી અને સિક્સ પેક એબ્સ સાથે જોવા મળે છે. વીડિયોમાં દેખાતા છોકરાનું નામ કૌજિન્હો નેટો જણાવવામાં આવી રહ્યું છે.






માત્ર 12 વર્ષનો બ્રાઝિલનો બાળક સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી છે. ઇન્સ્ટાગ્રામ પર કૌજિન્હો નેટોના એકાઉન્ટને 2 લાખ 67 હજારથી વધુ ફોલોઅર્સ ફોલો કરી રહ્યાં છે. આ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલ કૌજિન્હો નેટોના શારીરિક વર્કઆઉટના વીડિયોને લાખો વ્યૂઝ મળતા રહે છે. કૌજિન્હો નેટો તેના કેટલાક વીડિયોમાં જોરદાર વર્કઆઉટ અને અદભુત કસરત કરતો જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.


એક માહિતી અનુસાર કૌજિન્હો નેટો તેના વર્કઆઉટ દરમિયાન 90 કિલોથી વધુ વજન સાથે ડેડલિફ્ટ કરે છે. સવારે ઉઠીને કિલોમીટર દોડવું એ તેની દિનચર્યાનો એક ભાગ છે. ધ સનના અહેવાલ મુજબએવું કહેવામાં આવ્યું છે કે બ્રાઝિલમાં દરેક તેને 'મિની હલ્ક'ના નામથી જાણે છે. વીડિયોમાં તેના ચાહકો કૌજિન્હો નેટોના વર્કઆઉટની પ્રશંસા કરતા જોવા મળે છે.


નિયામાં વસ્તી ઝડપથી વધી રહી છે. જેના કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં યુવાનો બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલમાં એવા લોકોને રોજગાર મેળવવામાં કોઈ સમસ્યા નથી કે જેમની પાસે વિશેષ કુશળતા છે. જેઓ અન્ય કરતા વધુ ઝડપથી કામ કરે છે તેઓની દરેક જગ્યાએ માંગ છે. તાજેતરમાં જ આવી એક મહિલા જોવા મળી, તેના કામની ઝડપ જોઈને બધા દંગ રહી ગયા.