ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન કી મૂને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પાસે ખરાબ થતા જતા વાતાવરણની ચિંતા વ્યક્ત કરી હતી. બાન કી મૂને બંને દેશોને શાંતિ જાળવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર બંને દોશો વચ્ચે સ્થાઈ શાંતિ અને સુરક્ષા જળવાય એ માટે તમામ પ્રયાસો કરવા તૈયાર છે. યૂએન પ્રવક્તા તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહાસચિવ ભારત અને પાકિસ્તાન સાથે શાંતિ અને સ્થિરતાને પુનઃસ્થાપન કરવા માટે પ્રાથમિક્તા આપે છે. જેથી કરીને તણાવને દૂર કરવામાં આવે અને વધુ લોકોના જીવ ના જાય મહાસચિવે આ મામલે ભરોસો વ્યક્ત કર્યો હતો કે, બંને દેશો આ દિશામાં જરૂર કોઇ કામ કરશે. નિવદનમાં એમ કહવામાં આવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સ્થાનિક લોકો સાથે છે. અને શાંતિ સ્થાપવા માટે તમામ પ્રયાસો કરવા તૈયાર છે.