Baba Vanga Predictions 2025: બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વેંગાની મોટાભાગની આગાહીઓ સાચી સાબિત થાય છે. આ કારણે આખી દુનિયા તેની આગાહીઓ પર વિશ્વાસ કરે છે. બાબા વેંગાએ 2025 માટે ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેનાથી લોકો ડરી ગયા છે. બલ્ગેરિયાના રહેવાસી બાબા વેંગાને બાલ્કન ક્ષેત્રના નોસ્ટ્રાડેમસ કહેવામાં આવે છે.


તેમના મૃત્યુ પહેલા, બાબા વેંગાએ વિશ્વના અંત, યુદ્ધ અને આપત્તિ સહિત ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. તેમણે વર્ષ 5079 સુધી આગાહી કરી હતી. સોવિયત સંઘના વિઘટન અને અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા 9/11ના હુમલા સહિત બાબા વેંગાની ઘણી આગાહીઓ સાચી સાબિત થઈ છે. બલ્ગેરિયાના અંધ બાબા વેન્ગાએ માત્ર 12 વર્ષની ઉંમરે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી. 1996માં 85 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.


બાબા વેંગાની આગાહી અનુસાર, વર્ષ 2025માં એક પ્રલયની ઘટના બનશે. આ માનવતાના પતનનો પ્રારંભ કરશે. યુરોપમાં 2025માં જ આપત્તિજનક સંઘર્ષ શરૂ થશે. આનાથી મોટા પાયે ભારે વિનાશ થશે અને યુરોપની મોટી વસ્તી ખરાબ રીતે પ્રભાવિત થશે.


બાબાવેન્ગાની ભવિષ્યવાણી અનુસાર, વિશ્વ વર્ષ 5079 માં સમાપ્ત થશે, પરંતુ તે વર્ષ 2025 થી શરૂ થશે. યુરોપમાં સંઘર્ષની બાબા વેંગાની આગાહી ભૌગોલિક રાજકીય તણાવ અને સંઘર્ષનું જોખમ વધારશે.


બાબા વેંગાની આ ભવિષ્યવાણીએ વિશ્વભરના લોકોમાં સવાલો ઉભા કર્યા કે આગામી વર્ષ 2025માં શું થવાનું છે? જો બાબા વેગાની આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થશે તો દુનિયામાં તબાહી મચી જશે.


ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલા બાદ બાબા વેંગાની ભવિષ્યવાણી પણ ચર્ચામાં આવી હતી. કારણ કે બાબા વેંગાએ પહેલાથી જ ટ્રમ્પ પર હુમલાની આગાહી કરી હતી. બાબા વેંગાએ 2024 માટે ભવિષ્યવાણી કરી હતી કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિનું જીવન જોખમમાં હશે.


આ સાથે બાબા વેંગાએ પણ ટ્રમ્પ વિશે ભવિષ્યવાણી કરી હતી કે તેઓ કોઈ ગંભીર અને રહસ્યમય બીમારીથી પીડાઈ શકે છે જેના કારણે તેઓ બહેરા પણ થઈ શકે છે. તાજેતરમાં, જ્યારે ટ્રમ્પને ગોળી મારવામાં આવી હતી ત્યારે ચોંકાવનારી વાત એ હતી કે હુમલા દરમિયાન તેમનો જીવ બચી ગયો હતો પરંતુ ગોળીથી તેમના કાનને નુકસાન થયું હતું.


પુતિન વિશે બાબા વેંગાની આગાહી


બાબા વેંગાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને પણ ભયાનક ભવિષ્યવાણી કરી હતી. બાબા વેંગાના મતે પુતિનનું મૃત્યુ થઈ શકે છે. તેના મૃત્યુનું કારણ હત્યા હોવાનું કહેવાય છે.