North Korea Fired Ballistic Missile: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યો, ઉત્તર કોરિયાએ ફરી એકવાર મિસાઇલ ટેસ્ટિંગ કર્યુ છે. દક્ષિણ કોરિયા (South Korea) ની સેના અનુસાર, ઉત્તર કોરિયાએ આ વખતે શૉર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ (Ballistic Missile) જાપાન સાગર (Japan Sea) તરફ છોડી. આ મિસાઇલ ટેસ્ટના એક દિવસ પહેલા જ ઉત્તર કોરિયા તરફથી 5 ડ્રૉન દક્ષિણ કોરિયાની એર સ્પેસમાં જોવામાં આવ્યા હતા. જાપાન અનુસા, આ ત્રણેય મિસાઇલ જાપાનના એક્સક્લૂસિવ ઇકૉનોમિક ઝૉનની પાસે આવીને પડી હતી.
જાણકારી અનુસાર, ઉત્તર કોરિયાએ આ ત્રણેય મિસાઇલોને ઉત્તર હ્યંગહે પ્રાંતમાં ચુંગવા કાઉન્ટીમાંથી છોડી હતી. આ પહેલા જાપાન મીડિયાએ બતાવ્યુ કે, મિસાઇલો જાપાનના વિશેષ આર્થિક વિસ્તારની બહાર પડી હતી. જોકે, હજુ સુધી આ મિસાઇલોની સ્પીડ અને ઉંચાઇને લઇને કોઇ જાણકારી નથી મળી શકી.
દક્ષિણ કોરિયાના જૉઇન્ટ ચીફ ઓફ સ્ટાફે એક નિવેદનમાં કહ્યું કે, ઉત્તર કોરિયાએ ઉત્તરી હ્યંગહે પ્રાંતથી સ્થાનિક સમયાનુસાર સવારે લગભગ 8 વાગે ત્રણ નાની દુરીની બેલેસ્ટિક મિસાઇલો છોડી.
હાલમાં ઉત્તર કોરિયા પોતાની આ હરકતોથી માહોલ ખરાબ કરી દીધો છે. આ વર્ષે 70 બેલેસ્ટિક મિસાઇલો છોડીને ઉત્તર કોરિયાએ જાપાનને ડરાવવાનુ કામ કર્યુ છે. ઉત્તર કોરિયા જાપાન ઉપરાંત દક્ષિણ કોરિયા પરથી પણ અનેક મિસાઇલો આ વર્ષે છોડીને તણાવ પેદા કરી ચૂક્યુ છે.
Kim Jong Un : ઉત્તર કોરિયાની કમાન મહિલા સંભાળશે? આ એક તસવીરે દુનિયાભરમાં જગાવી ચર્ચા
Kim Jong Un Daughter: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન છેલ્લા કેટલાક સમયથી તેમની એક પુત્રી સાથે જાહેરમાં દેખાઈ રહ્યાં છે. આજે પણ તેઓ પોતાની પુત્રી સાથે મિસાઈલ વૈજ્ઞાનિકો સાથે બેઠકમાં પહોંચ્યા હતાં. આમ થોડા જ સમયમાં કિમ બીજી વાર પોતાની પુત્રી સાથે જાહેરમાં જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું કિમ પોતાના અનુગામી તરીકે તેમની પુત્રીને અત્યારથી જ પ્રમોટ કરી રહ્યાં છે?
કોરિયાના માધ્યમોએ કિમ જોંગ ઉનની પુત્રીને તેના "સૌથી પ્રિય" બાળક તરીકે દેખાડવાનો પ્રયાસ કર્યો છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, કિમનું આ બીજું બાળક છે અને તેની ઉંમર 9 થી 10 વર્ષની આસપાસછે.
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉન તાજેતરમાં જ ઈંટકોન્ટિનેન્ટલ બેલાસટિક મિસાઈલ (ICBM)ના લોંચિંગમાં શામેલ થવા પહોંચ્યા હતાં. ખાસ વાત એ છે કે, સામાન્ય રીતે પોતાના પરિવારને લઈને હંમેશા ટોપ સિક્રેટ રાખનારા કિમ જોંગ તેમની દિકરી જૂ ઓ સાથે નજરે પડ્યાં હતાં. અહીં તેમણે અધિકારીઓ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ બીજી વાર છે જ્યારે કિમ જોંગ-ઉન તેમની દિકરી સાથે નજરે સૈન્ય કાર્યક્રમમાં નજરે પડ્યાં હોય.
ઉત્તર કોરિયાની સંભાળશે કમાન?
કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના નિષ્ણાત અંકિત પાંડાએ જણાવ્યું હતું કે, આ ચોક્કસપણે એક નોંધવા જેવી બાબત છે. આ ફોટો બાબતને સમર્થન આપે છે કે, જુ ને તેના પિતાના સંભવિત અનુગામી તરીકે રજૂ કરવામાં આવી રહી છે.