Heeraben Modi Passed Away:   વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે નિધન થયું. અમદાવાદ સ્થિત યુએન મહેતા હોસ્પિટલમાં તેમણે મધરાતે ૩.૩૦ કલાકે દેહ ત્યાગ કર્યો. ગાંધીનગરના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી મોદીએ તેમની માતાના દેહને કાંધ આપ્યો હતો અને સેક્ટર-30ના અંતિમધામમાં અંતિમ સંસ્કાર કર્યા હતા.


માતાના અવસાનના સમાચાર મળતાં તેઓ દિલ્હીથી સીધા અમદાવાદ દોડી આવ્યા હતા. માતાને અંજલિ આપતી વખતે તેમજ અંતિમ વિધિ સમયે તેઓ ભાવુક બની ગયા હતા. હીરાબાએ દુનિયાથી વિદાય લીધી છે. વહેલી સવારે વડાપ્રધાને ટ્વિટ કરીને લોકોને જાણકારી આપી હતી.


શું લખ્યું બાઇડેને


યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જો બાઇડેને પીએમ મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, "જીલ અને હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની માતા હીરાબેન મોદીની ખોટ પર અમારી સૌથી ઊંડી અને હૃદયપૂર્વક સંવેદના પાઠવીએ છીએ."




તેમણે પ્રથમ ટ્વિટમાં લખ્યું હતું કે 'શાનદાર શતાબ્દીનો ઇશ્વરના શરણમાં વિરામ. માતામાં મેં હંમેશા એવી ત્રણ મૂર્તિની અનુભૂતિ કરી છે કે જેમાં એક તપસ્વીની યાત્રા, નિષ્કામ કર્મયોગીનું પ્રતિક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ રહ્યો છે. હું જ્યારે તેમને 100મા જન્મદિવસે મળ્યો હતો ત્યારે તેમણે એક વાત કરી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી.'


18મી જૂન 2023ના રોજ હીરાબાનો ૧૦૦માં વર્ષમાં પ્રવેશ થયો હતો. તેમના જન્મદિવસે નરેન્દ્ર મોદીએ તેમની માતા સાથેના સંસ્મરણો વાગળતા શબ્દોમાં એક પત્ર લખ્યો હતો જે વાયરલ થયો હતો. આ પત્રમાં તેમણે ભાવુક બનીને માતા સાથેની પળો વર્ણવી હતી.


 મંગળવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં હીરાબાને બુધવારે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આઠ તબીબોની ટીમ તેમની સારવાર માટે ખડેપગે હતી. માતાને દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા અમદાવાદ દોડી આવ્યા હતા. તબીબોના કહેવા પ્રમાણે હીરાબાની તબિયય સ્થિર છે અને ઝડપથી રિકવર થઇ રહ્યાં છે તે જાણીને વડાપ્રધાન દોઢ કલાકના રોકાણ પછી દિલ્હી જવા રવાના થયા હતા.