ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઔધોગિક વિસ્તારમાં આવેલા 4 માળના પેકેજિંગ કારખાનામાં બોઈલર ફાટતા આગ લાગી હતી. આ અકસ્માતમાં 21 લોકોના મૃત્યું થયા છે જ્યારે 50 થી વધારે લોકો ધાયલ થયા હતા.
નાગરિક સુરક્ષા ઉપ સહાયક નિર્દેશક અખ્તરુજમાંએ જણાવ્યું હતું કે આ આગ સવારે 6.15 વાગે 4 માળની પેકેજિંગ ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે લાગી હતી.ઢાકાના સરકારી હોસ્પિટલના ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 15 લોકના મૃત્યું થયા છે જ્યારે 70 લોકો ધાયલ થયા છે જેમાં ધણા લોકોની હાલત ગંભીર છે.
આ આગને કાબૂમાં લેતા સમયે બિલ્ડીંગનો એક હિસ્સો ઘસી પડ્યો હતો.કારખાનામાં ધરેલુ સામાન અને મચ્છર મારવા માટેની કોઈલ બનાવવામાં આવતી હતી.