લંડનઃ લંડન સિટી એરપોર્ટમાં મંગળવારે કંમ્પ્યુટરમાં ખામીના લીધે ગંભીર સ્થિતિ ઉભી થઇ હતી. બ્રિટિશ એરવેઝની ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. આ પરિસ્થિતિનો વિરોધ કરતા યાત્રીઓ રન-વે પર સુઇ ગયા હતા. આ સ્થિતિ કંમ્પ્યુટરમાં ખરાબીને કારણે ઉત્તપન્ન થઇ હતી. જેના કારણે ચેક-ઇનમાં વાર લાગી હતી. યાત્રીઓના વિરોધ પ્રદર્શનને કારણે એરપોર્ટ પર તંગ પરિસ્થિતિ ઉભી થઈ હતી. જેના કારણે અન્ય ફ્લાઇટ્સ પણ પ્રભાવીત થઇ હતી.
યાત્રીઓ હીથ્રો અને ગૈટવિક એરપોર્ટ પર ચેકઇન કરી શક્તા હતા. પરંતું આ એરપોર્ટ પર પણ યાત્રીઓને ચેક ઇન કરવામાં સામાન્ય કરતા વધુ સમય લાગી રહ્યો હતો. લંડન સિટી એરપોર્ટ પર સ્થિતિ વધુ ખરાબ હતી.