Bangladesh News: બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ફાટી નીકળેલો અગનજ્વાળા ફરી સમગ્ર દેશને ભરડામાં લઈ રહ્યો છે.બાંગ્લાદેશમાં શહીદોના વંશજોને અનામતનો મુદ્દે બેકાબૂ બનતા દેશભરમાં અનિશ્ચિતકાળ માટે કર્ફ્યૂ લાદવા સાથે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન બાંગ્લાદેશના સત્તાવાર પીએમ હાઉસ પર પણ દેખાવકારોએ હુમલો કરી દીધો હતો. દેખાવકારોએ અહીં ઘૂસીને બંગબંધુની પ્રતિમા પર પણ કુહાડીઓ ઝીંકી હતી. આ સ્થિતિમાં બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ વડાંપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતમાં શરણ લઈ લીધી છે. 


બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. આ લોહિયાળ વિરોધમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 200 લોકોએ જીવ ગુમાવ્યા છે.


શેખ હસીનાએ ભારે વિરોધ વચ્ચે સેનાના દબાણને વશ થઈને વડાંપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. બાંગ્લાદેશની સેનાએ  વડાંપ્રધાન શેખ હસીનાને દેશ છોડવા 45 મિનિટનો સમય આપ્યો હતો. આ દરમિયાન તેઓ બહેન શેખ રેહાના સાથે સ્પેશિયલ હેલિકોપ્ટરમાં  રવાના થયા હતા. 






બાંગ્લાદેશમાં આ પહેલીવાર નથી જ્યારે દેશની કમાન સેનાના હાથમાં આવી હોય. આવું પહેલા પણ બન્યું છે. જ્યારે દેશમાં સૈન્ય શાસન હોય છે, ત્યારે પીએમ પદ સંબંધિત તમામ નિર્ણયો આર્મી ચીફ લે છે. હાલ આર્મી ચીફ વકારુઝમાન બાંગ્લાદેશમાં છે. મતલબ કે હવેથી જ્યાં સુધી બાંગ્લાદેશમાં સેનાનું શાસન છે ત્યાં સુધી દેશના તમામ મહત્વના નિર્ણયો આર્મી ચીફ વકારુઝમાન લેશે.


આ પહેલા પણ થઈ ચુક્યું છે આમ


બાંગ્લાદેશના ઈતિહાસમાં આ પહેલીવાર નથી જ્યારે સેના અને સરકાર વચ્ચે આવી રમત થઈ હોય. અગાઉ 1975માં પણ સેનાએ ત્યાં સત્તા પર કબજો કર્યો હતો. આવું પહેલીવાર 1975માં બન્યું હતું. તે સમયે દેશમાં શેખ મુજીબુર રહેમાનની સરકાર હતી. શેખ મુજીબુર રહેમાન શેખ હસીનાના પિતા હતા. તે સમય દરમિયાન જ્યારે સેનાએ દેશની સત્તા પર કબજો કર્યો હતો, ત્યારે સેનાએ લગભગ 15 વર્ષ સુધી બાંગ્લાદેશ પર શાસન કર્યું હતું.