લાહોરઃ કાશ્મીર મુદ્દે સમગ્ર વિશ્વમાં નીચા જોણું થયા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને હવે તેમના જ દેશમાં વિપક્ષે ઘેર્યા છે. પાકિસ્તાનના મુખ્ય વિપક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, પહેલા ઈમરાન ખાન શ્રીનગરની વાત કરતા હતા પરંતુ હવે તેમની નિષ્ફળતાથી મુઝફ્ફરાબાદ બચાવવાની નોબત આવી ગઈ છે.


તેમણે કહ્યું, કાશ્મીરને લઈ અમે સંયુક્ત સત્ર બોલાવવા કહ્યું છે. અમે મુઝફ્ફરાબાદમાં ઈદ મનાવવાની વાત કહી. જે રીતે આ સરકાર સુઈ રહી છે. પહેલા અમારું સ્ટેન્ડ કાશ્મીર પર હતું કે શ્રીનગર કેવી રીતે લઈશું? ઈમરાન ખાનની નિષ્ફળતાના કારણે આજે આપણે મુઝફ્ફરાબાદ (પીઓકેની રાજધાની) કેવી રીતે બચાવીશું.

અડિયાલા જેલમાં બંધ તેના પિતા આસિફ અલી ઝરદારી સાથે મુલાકાત બાદ બિલાવલે કહ્યું, આપણે અહીંયા ફાસીવાદી છે. આપણા રાજકીય વિરોધીઓ નિશાન બનાવી રહ્યા છે. પીપીપી ફાસીવાદનો મુકાબલો કરવાનું જાણે છે. તેણે એમ પણ કહ્યું કે, ઈમરાન ખાનને ખબર હતી કે ભારત કાશ્મીર પર શું ફેસલો કરવાની છે. ભાજપના ઘોષણાપત્રમાં કાશ્મીર હતું. જો આ વાત ઈમરાનને ખબર હતી તો અમને કેમ ન જણાવી? જનતાને કેમ ન જણાવી ? જ્યારે પોતાના ફાયદા માટે રાજનીતિ કરવામાં આવે ત્યારે આવું જ પરિણામ આવે છે.

બિલાવલે ઈમરાન પર કાશ્મીરને લઈ સોદાબાજી કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું, ઈમરાન ઈચ્છે છે કે ટીવી પર મરિયમ નવાઝની ધરપકડના અહેવાલ ચાલે પરંતુ તેની સોદાબાજી ન ચાલે. ઈમરાને 2016માં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, લદ્દાખ ભારત લઈ લે અને અમે ગિલગિટ લઈશું.

ઓટો સેક્ટર મંદીના ભરડામાં, મારુતિ સુઝુકીએ 3000 લોકોની કરી છટણી

DDCAનો મોટો ફેંસલો, અરૂણ જેટલીના નામથી ઓળખાશે ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ

ICC ટેસ્ટ રેન્કિંગમાં બુમરાહનો હનુમાન કુદકો, પ્રથમ વખત ટોપ 10માં મેળવ્યું સ્થાન, જાણો વિગત