નવી દિલ્હીઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને આખરે સ્વીકાર કર્યો હતો કે તેમણે મોનિકા લેવિસ્કી સાથે સેક્સ સંબંધ બનાવ્યા હતા. આ પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. આ વાત તેમણે પોતાની પત્ની હિલેરી ક્લિન્ટન પર હુલૂ નામની મીડિયા સંસ્થા દ્ધારા બનાવવામાં આવેલી હિલેરી નામની  ડોક્યૂમેન્ટરીમાં સ્વીકારી હતી. આ ડોક્યુમેન્ટરીમાં હિલેરી ક્લિન્ટનની આખી લાઇફની વાત કરવામાં આવી છે.


પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને કહ્યું કે, જે સમયે તે મોનિકા લેવિસ્કીને મળ્યા તે સમયે કામના તણાવમાં હતા. દરરોજ ખૂબ કામ રહેતું હતું. કામના ટેન્શનને ઓછું કરવા માટે બિલ ક્લિન્ટને મોનિકા લેવિસ્કી સાથે સેક્સ સંબંધ બાંધ્યો હતો. આ વાત તેમણે પોતાની પત્ની હિલેરી ક્લિન્ટન પરની ડોક્યુમેન્ટરીમાં સ્વીકારી હતી.

બિલ ક્લિન્ટને આ ડોક્યુમેન્ટરીમાં મોનિકા લેવિસ્કીની માફી પણ માંગી હતી. સાથે સ્વીકાર્યું હતું કે મોનિકાની સાથે તેમના અફેરના કારણે તેનું જીવન નરક બની ગયું હતું. જ્યારે તમે સામાન્ય જીવન જીવવા માંગો છો અને કામના દબાણમાં હોવ છો ત્યારે આ પ્રકારની ભૂલો થઇ જાય છે. ક્લિન્ટને કહ્યું કે 1998માં મોનિકા સાથેના અફેર બાદ તેમના જીવનમાં ખૂબ તોફાન મચ્યું હતું. બિલ અને હિલેરી સાર્વજનિક સ્થળો પર ઓછા દેખાતા હતા.

બિલ ક્લિન્ટને પોતાની પત્ની હિલેરીના વખાણ કરતા કહ્યું કે ખરાબ સમયમાં હિલેરીએ તેમનો સાથ આપ્યો જ્યારે તે બધુ સત્ય જાણતી હતી. હિલેરી ક્લિન્ટને ડોક્યૂમેન્ટરીમાં જણાવ્યુ કે જ્યારે તેના પતિએ સત્ય જણાવ્યું ત્યારે તે ખૂબ તૂટી ગઇ હતી. તેને વિશ્વાસ જ થઇ રહ્યો નહોતો કે બિલ સાચુ બોલી રહ્યા છે.