રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યુ કે, અમે વિસ્ફોટથી ડરવાના નથી. જો અફઘાનિસ્તાનને મારા બલિદાનની જરૂર છે તો હું પોતે બલિદાન આપવા માટે તૈયાર છું. જ્યારે વિસ્ફોટ બાદ અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા અને રૂલા ગની પણ લોકોની હિંમત વધારતા જોવા મળ્યા હતા. બીજી તરફ અશરફ ગનીના હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લાએ પણ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. રાષ્ટ્રપતિ પદ પર બંન્ને દાવેદારો સામસામે આવી જતાં તાલિબાન સાથેની વાર્તાની યોજના ખતરામાં પડી છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બંન્ને ઉમેદવારો વચ્ચે વિવાદ છે કે વાસ્તવમાં જીત કોની થઇ છે.
અફઘાનિસ્તાનઃ રાષ્ટ્રપતિ અશરફ ગનીના શપથ સમારોહ પાસે અનેક વિસ્ફોટ અને ફાયરિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Mar 2020 06:29 PM (IST)
વિસ્ફોટનો અવાજ સાંભળતા જ શપથ સમારોહમાં દોડધામ મચી ગઇ હતી. રાષ્ટ્રપતિ ગનીના સુરક્ષા અધિકારીઓએ તેમને ઘેરી લીધા હતા.
NEXT
PREV
કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એ સમયે મોટો વિસ્ફોટ થયો જ્યારે અશરફ ગની સતત બીજી વાર રાષ્ટ્રપતિ પદના શપથ લઇ રહ્યા હતા. શપથ સમારોહથી થોડેક દૂર સતત અનેક વિસ્ફોટ થયા અને ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળતા જ શપથ સમારોહમાં દોડધામ મચી ગઇ હતી. રાષ્ટ્રપતિ ગનીના સુરક્ષા અધિકારીઓએ તેમને ઘેરી લીધા હતા. જોકે, ગનીએ ત્યાં હાજર લોકોની હિંમત વધારતા પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું.
રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યુ કે, અમે વિસ્ફોટથી ડરવાના નથી. જો અફઘાનિસ્તાનને મારા બલિદાનની જરૂર છે તો હું પોતે બલિદાન આપવા માટે તૈયાર છું. જ્યારે વિસ્ફોટ બાદ અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા અને રૂલા ગની પણ લોકોની હિંમત વધારતા જોવા મળ્યા હતા. બીજી તરફ અશરફ ગનીના હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લાએ પણ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. રાષ્ટ્રપતિ પદ પર બંન્ને દાવેદારો સામસામે આવી જતાં તાલિબાન સાથેની વાર્તાની યોજના ખતરામાં પડી છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બંન્ને ઉમેદવારો વચ્ચે વિવાદ છે કે વાસ્તવમાં જીત કોની થઇ છે.
રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યુ કે, અમે વિસ્ફોટથી ડરવાના નથી. જો અફઘાનિસ્તાનને મારા બલિદાનની જરૂર છે તો હું પોતે બલિદાન આપવા માટે તૈયાર છું. જ્યારે વિસ્ફોટ બાદ અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા અને રૂલા ગની પણ લોકોની હિંમત વધારતા જોવા મળ્યા હતા. બીજી તરફ અશરફ ગનીના હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લાએ પણ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા છે. રાષ્ટ્રપતિ પદ પર બંન્ને દાવેદારો સામસામે આવી જતાં તાલિબાન સાથેની વાર્તાની યોજના ખતરામાં પડી છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બંન્ને ઉમેદવારો વચ્ચે વિવાદ છે કે વાસ્તવમાં જીત કોની થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -