કાબુલ: અફઘાનિસ્તાનના પરવાન પ્રાંતમાં એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 24 લોકોના મોત થયા છે જ્યારે 32 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ રાષ્ટ્રપતિ અશરફ ગનીની રેલી દરમિયાન થયો હતો. પરવાન હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર અબ્દૂલ કાસિમ સંગિને કહ્યું કે, મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત રહીમીએ જણાવ્યું કે હુમલાવર મોટરસાઇકલ પર આવ્યો હતો અને રેલી સ્થળે આવેલા પોલીસ સ્ટેશનને બોમ્બ લગાવીને વિસ્ફોટ કર્યો હતો. જો કે રાષ્ટ્રપતિ અશરફ ગનીને કોઈ ઇજા પહોંચી નથી. અત્યાર સુધી કોઈ પણ આતંકી સમૂહે આ હુમલાની જવાબદારી લીધી નથી.

નર્મદાઃ 'મારે રિવોલ્વર સાથે ફોટો પાડવો છે', અન્ય PSIની રિવોલ્વર લઈ લમણે મારી દીધી ગોળી