Russia Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 6 મહિના કરતા વધારે સમયથી ખેલાઈ રહેલો લોહિયાળ જંગ બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો. રશિયા દ્વારા યુક્રેન પર રોજેરોજ જમીન અને હવાઈ એમ બંને મોરચે આકરા હુમલા થઈ રહ્યાં છે. આજે રશિયાએ ફરી એકવાર યુક્રેનને નિશાન બનાવ્યું હતું. સાથે યુક્રેનના દળોએ રશિયાના 13 રોકેટ હવામાં જ તોડી પાડ્યાં હતાં. 


રશિયાએ યુક્રેનની રાજધાની કિવમાં બુધવારે વહેલી સવારે બોમ્બમારો કર્યો હતો. આ વિસ્ફોટોના અવાજ છેક દૂર સુધી સાંભળાયા હતા. રોઇટર્સે આ અહેવાલ આપ્યો હતો. જો કે, વિસ્ફોટોની તાત્કાલિક સત્તાવાર પુષ્ટિ તત્કાળ થઈ શકી નહોતી. રાજધાની કિવના ગવર્નર ઓલેકસી કુલેબાએ કહ્યું હતું કે, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ યોગ્ય રીતે સક્રિય છે. 


આ હુમલા સ્થાનિક સમય અનુંસાર વહેલા 05:55 વાગ્યે થયા હતાં. આ હુમલા થયા ત્યારે રાજધાની કિવ અને તેની આસપાસનો પ્રદેશમાં વિસ્ફોટો થયા તેના લગભગ 20 મિનિટ પહેલા જ સાયરન ગુંજી ઉઠ્યાં હતાં. આ સાયરન રાજધાની કિવ, વિનિસ્ટા અને ઝિતોમિર વિસ્તારમાં સંભળાયા હતાં. હવાઈ હુમલાના સાયરન દ્વારા લોકોને એલર્ટ કરાયા હતાં તેમ અહેવાલમાં જણાવાયું છે.


કિવના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ આ મામલે જણાવ્યું હતું કે, શહેરના સેન્ટ્રલ શેવચેન્કિવસ્કી જિલ્લામાં વિસ્ફોટોથી હચમચી ઉઠી હતી અને બે વહીવટી ઇમારતોને નુકસાન થયું હતું. હુમલા શરૂ થયાના ત્રણ કલાક બાદ હવાઈ હુમલાની ચેતવણી હટાવી લેવામાં આવી હતી. કિવના પ્રદેશના ગવર્નર ઓલેકસી કુલેબાએ જણાવ્યું હતું કે, હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ તેનું કામ કરી રહી છે. ક્લિટ્સ્કોએ ટેલિગ્રામ મેસેજિંગ એપ્લિકેશન પર કહ્યું હતું કે, આ હુમલા બાદ તત્કાળ ઇમરજન્સી સેવાઓ સક્રિયા બનાવવામાં આવી હતી. 


યુક્રેનિયન દળોએ બુધવારે 13 ડ્રોન તોડી પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, રશિયાએ અઠવાડિયામાં રાજધાની કિવ પર તેનો પ્રથમ મોટો ડ્રોન હુમલો શરૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સે યુક્રેનને મદદ કરવા માટે તેની અદ્યતન પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાનું વિચારી રહ્યું છે. 


કિવ જિલ્લાના એક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, તેઓએ ઈરાની શાહેદ ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો - જે યુક્રેનિયનો દ્વારા "મોપેડ" તરીકે ઓળખાય છે કારણ કે તેમના એન્જિનના જોરથી અવાજ કરે છે. ત્યારબાદ તેમના ઘરની બાજુમાં એક બિલ્ડિંગમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો.


વિસ્ફોટના કારણે આસપાસના રહેણાંકી મકાનોની કેટલીક બારીઓના કાચ તૂટી ગયા હતા. જ્યારે કાટમાળના ટુકડા છત તરફ આવીને પડ્યાં હતા. ચોંકી ગયેલા રહેવાસીઓએ ઠંડીમાં ઠુંઠવાતા ઠુંઠવાતા હુમલાને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું.