Boeing 737 Plane catches Fire: અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ દૂર્ઘટનો શિકાર બની ગઇ છે. તેનું બૉઇંગ-737 વિમાન ટેકઓફ પછી આકાશમાં એક પક્ષી સાથે ટકરાઇ ગયુ હતુ. આ પછી તેમાં આગ લાગી. આગની ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ છે. વળી, વિમાનના ક્રૂ-સ્ટાફને પણ ખબર પડી અને પછી વિમાનને તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ માટે કોલંબસ એરપોર્ટ ઉતારી દેવામા આવ્યુ હતુ. 


આ ઘટનાનો વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્લેનમાં આગની ઝપેટમાં આવતા સ્પષ્ટ રીતે દેખી શકાય છે. તમે જોઈ શકો છો વિમાનમાં કેવી રીતે વારંવાર આગળની લપટો નીકળી રહી છે. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે, અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ નંબર-1958 કોલંબસના જૉન ગ્લેન કોલંબસ ઈન્ટરનેશનલ એરપોર્ટથી સવારે લગભગ 7.45 ઉપડી હતી, અને ફૉનિક્સ તરફ જઈ રહી હતી. ટેકઓફના થોડા સમય બાદ જ આ આગની ઘટના ઘટી અને જાણ થતાંજ  વિમાનને એરપોર્ટ પર પાછું લાવવું પડ્યુ હતુ. 




બૉઇંગ-737 વિમાન એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી, તેઓએ ઝડપથી આગ પર કાબુ મેળવી લીધો હતો, આ પછી આની કેટલીય તસવીરો સામે આવી હતી. તસવીરોમાં પણ જોઈ શકાય છે કે વિમાનના એન્જિનમાં લાગેલી આગ હોલવાઇ ગઈ છે, અને ફાયર બ્રિગેડના જવાનો ત્યાં ઉભા છે.


ટ્વિટર પર JACDEC દ્વારા કરવામાં આવેલા ટ્વીટ્સમાં તમે AA 1958ના લેન્ડિંગ પછીની તસવીરો જોઈ શકો છો. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ વિમાનમાં કેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા.


'વિમાનને વધારે નુકસાન નથી થયું'
એરલાઈને જણાવ્યું હતું કે, રિપેરિંગ માટે વિમાનને અત્યારે સર્વિસમાંથી બહાર રાખવામાં આવ્યું છે, અને પછીથી તેનો યૂઝ મુસાફરોને અન્ય સ્થળોએ લઈ જવા માટે કરવામાં આવશે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમની સેવા પહેલાની જેમ બરાબર કામ કરી રહી છે અને આગને કારણે વિમાનને વધુ નુકસાન થયું નથી.