Fish With 24 Eyes: આપણી દુનિયા અને પૃથ્વી અનેક પ્રકારના રહસ્યોથી ભરેલી છે, પૃથ્વી પર કેટલાય પ્રકારના જીવો વસે છે. કેટલાક પૃથ્વી પર રહે છે તો વળી, કેટલાક પૃથ્વીની અંદર, એટલે કે ઘણા જીવો મહાસાગરોના પાણીમાં રહે છે. હજુ પણ ખબર નથી કે પૃથ્વી પર આવા કેટલા જીવો હશે, જેની સાથે હજુ મનુષ્યનો સામનો થયો નથી. સમુદ્રમાં પ્રાણીઓની હજારો પ્રજાતિઓ હશે, જેને આપણે હજી સુધી જોઇ પણ નથી. જોકે, વૈજ્ઞાનિકોએ ઘણી પ્રજાતિઓની ઓળખ કરી લીધી છે અને તેમની સંપૂર્ણ તપાસ પણ ચાલી રહી છે. જ્યારે પણ કોઇ નવો જીવ મળે છે, ત્યારે તપાસની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. આ ક્રમમાં હવે હોંગકોંગમાં એક એવી માછલી મળી આવી છે, જેને જોઈને ખુદ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.


હવે આના પર વધુ સંશોધનો ચાલુ થયા છે - 
મિરરના એક રિપોર્ટ અનુસાર, હોંગકોંગ બેપ્ટિસ્ટ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોને જેલીફિશ (Jellyfish) પ્રજાતિની એક એવી માછલી મળી છે, જેને તેની બનાવટથી બધાને ચોંકાવી દીધા છે. ઓશન પાર્ક હોંગકોંગ, યૂનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર (Ocean Park Hong Kong, University of Manchester) અને ડબલ્યુડબલ્યુએફ-હોંગકોંગના (WWF-Hong Kong) સહયોગથી સંશોધકોની ટીમે આ અંગે વધુ સંશોધન શરૂ કર્યું છે.


સાઇઝ 1 ઇંચ કરતા પણ ઓછી અને આંખો 24 છે - 
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ જીવ જેલીફિશ - Jellyfish પરિવારનો છે. આ વિશે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, આ માછલીનું કદ 1 ઇંચથી પણ ઓછું છે. આમ છતાં આ માછલીને 24 આંખો છે. માછલીના શરીરમાં કુલ 3 ટેન્ટકલ્સ અને 24 આંખો છે.


માછલીને ટ્રિપેડાલિયા (Tripedalia) નામ આપવામાં આવ્યુ - 
આ આંખો 6-6 ના 4 જૂથોમાં છે. માછલીના દરેક પેટની બાજુમાં સંવેદનાત્મક ડિપ્રેશનમાં 6-6 આંખોનું ગૃપ હોય છે. દરેક જૂથમાં માત્ર 2 આંખોમાં લેન્સ હોય છે. બાકીની આંખો દ્વારા માત્ર પ્રકાશનો અનુભવ થાય છે. પ્રૉફેસર ક્યૂના મતે આ એક અનોખી માછલી છે. ક્યૂ અનુસાર આ પ્રકારની બૉક્સ જેલીફિશ Jellyfish ફ્લોરિડા, સિંગાપોર, જમૈકા, ભારત અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળે છે. વિશ્વમાં તેમની કુલ 49 પ્રજાતિઓ છે.